પેરા-લીગલ વોલન્ટીયર્સમાં જોડાવાની અમૂલ્ય તક
ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના અમદાવાદના નિર્દેશાનુસાર સાબરકાંઠા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ધ્વારા ગ્રામ પંચાયત કચેરી તથા પોલીસ સ્ટશેન તથા જેલ ઉપર તથા સ્થાનિક સંસ્થાઓમાં કાનૂની સેવા કેન્દ્રોની સ્થાપના માટે તેમજ કાનૂની સેવા કાર્યક્રમોના આયોજન તેમજ કાનૂની જાગૃતિના પ્રચાર હેતુ અંગે પેરા-લીગલ વોલન્ટીયર્સ નિમુણક કરવાની થાય છે.
જેમાં શિક્ષક, નિવૃત શિક્ષક, નિવૃત્ત સરકારી કર્મચારી, વરિષ્ઠ નાગરિક, આંગણવાડી કાર્યકર્તા, ડૉકટર, ફિઝીશ્યન, સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલ એન.જી.ઓ અથવા કલબના સભ્યો, મહિલા ગ્રૃપ/મૈત્રસ સંગમ/સ્વંય સહાયતા સમૂહના સભ્યો, શિક્ષિત કેદીઓ જેનો સારો વ્યવહાર હોય અને લાંબા સમયથી સજા ભોગવતા હોય તથા અન્ય કોઇ વયક્તિ કે જેને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સક્ષમ અને તે નાગરીકો અરજી કરી શકશે.
આ પેરા-લીગલ વોલીયન્ટીયર્સ માટે માધયમિક શિક્ષણ બોર્ડની સેકનડરી પરીક્ષા, કલા, વાણીજ્ય અથવા વિજ્ઞાનમાં સરકાર ધ્વારા માનયતા પ્રાપ્ત સમકક્ષ પરીક્ષા પાસ કરેલ હોવી જોઇએ જેને દૈનિક ૨૫૦/-નું માનદ વેતન ચુકવવામાં આવશે. જેને જરૂરી દસ્તાવેજો સાથે તા. ૩૦ જૂન ૨૦૨૩ સુધીમાં નિયત નમૂનામાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ હિંમતનગર ખાતે ટપાલમાં અથવા રૂબરૂ માં અરજી મોકલવાની રહેશે.
જયંતિ પરમાર સાબરકાંઠા



