IDARSABARKANTHA

ઈડર મોટાં રામદ્રારા ખાતે સમાજ નવનિર્માણ ફાઉન્ડેશન દ્વારા શૈક્ષણિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

સાબરકાંઠા…

ઈડર મોટાં રામદ્રારા ખાતે સમાજ નવનિર્માણ ફાઉન્ડેશન દ્વારા શૈક્ષણિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.. ધોરણ ૧ થી ૧૨ તેમજ કોલેજમાં પાસ થનાર વિદ્યાર્થી ઓને ટ્રોફી મેડલ તેમજ સન્માન પત્ર આપી સન્માનીત કરવામાં આવ્યા હતા.. આસપાસની છ સમાજનાં વિદ્યાર્થી ઓને પ્રોત્સાહિત કરી સન્માનીત કરવામાં આવતા વિદ્યાથીઓમાં ખુશી જોવા મળી હતી…

સાબરકાંઠા જિલ્લાના ઈડર શહેર ખાતે ચાલતી સમાજ નવ નિર્માણ ફાઉન્ડેશન દ્વારા ફાઇનલ પરીક્ષાના પરિણામો આવ્યા બાદ દર વર્ષે શૈક્ષણિક કાર્યક્ર્મ નું આયોજન કરવામાં આવતું હોય છે.. ત્યારે મોટાં રામદ્રારા મંદીર ખાતે યોજાયેલ શૈક્ષણિક કાર્યક્ર્મમાં આયોજકો દ્વારા ભોઈ, ખટીક, સોલંકી, ભાટિયા, ઠાકોર, તેમજ ભીલ સમાજ વર્ષ ૨૦૨૩માં પાસ થયેલ વિધાર્થી ઓને સન્માનીત કરવામાં આવ્યા હતા.. ધોરણ ૧ થી ૧૨, કોલેજ તેમજ ગેજ્યુટ થનાર વિદ્યાર્થી ઓને પ્રથમ દ્વિતિય અને તૃતીય ક્રમે પાસ થનાર વિદ્યાર્થી ઓને ટ્રોફી મેડલ તેમજ સંસ્થાનું સન્માન પત્ર આપી સન્માનીત કરવામાં આવ્યા હતા.. ત્યારે આશરે છ જેટલી સમાજોનાં ૨૦૦ કરતા પણ વધુ વિદ્યાથી ઓને મેડલ તેમજ સંસ્થાનું સન્માન પત્ર આપી સન્માનીત કરવામાં આવ્યા હતા.. બાળકોમાં શિક્ષણ પ્રત્યે પ્રેમ વધે અને આવનાર દિવસોમાં વિદ્યાર્થીઓ શિખર સ્પર્શ કરે તે ઉદ્દેશ સાથે દર વર્ષે સંસ્થા દ્વારા વિદ્યાથીઓને શૈક્ષણિક કાર્યકમ થકી પ્રોત્સાહિત કરવામાં આવે છે જે કાર્યકમ થકી વિદ્યાર્થી ઓમા શિક્ષણ પ્રત્યે મનોબળ વઘુ મજબૂત થતુ હોય છે તેઓ આગલા વર્ષે સારા પરીણામ પ્રાપ્ત કરવાં અર્થાગ પ્રયત્નો કરતા હોઈ છે.. સમાજ નવ નિર્માણ ફાઉન્ડેશન ઈડર દ્વારા આયોજીત શૈક્ષણિક કાર્યક્ર્મ માં વિદ્યાર્થી ઓને પ્રોત્સાહિત તેમજ તેમનું મનોબળ વઘુ મજબૂત કરવા ઈડર વડાલી ધારાસભ્ય રમણલાલ વોરા, કેશુભાઈ રબારી, જશવંતકુંમારી વાઘેલા, અશ્વિનભાઈ પટેલ, ગજેન્દ્રસિંહ ગઢવી ભોઈ સમાજ ક્રાંતિદલ સેવા ટ્રસ્ટ પ્રમુખ જયંતીભાઈ કડીયા, પ્રમુખો વાલીગણ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા…

રિપોર્ટર:- જયંતિ પરમાર સાબરકાંઠા

[wptube id="1252022"]
Back to top button