

સાબરકાંઠા…
સમગ્ર વિશ્વમાં આદિવાસી સમાજની સંસ્કૃતિ નોખી તેમજ અનોખી છે જે અંતર્ગત સાબરકાંઠાના પોશીના તાલુકાના નારા ગામે ૭૦ વર્ષીય વૃદ્ધના અનોખા લગ્ન યોજાયા હતા. જેમાં ચોથી પેઢી એ પુત્ર અને પૌત્રો દ્વારા યોજાયેલા આ દાદા દાદી નાં લગ્ન પ્રસંગે આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા…
સાબરકાંઠા બનાસકાંઠા તેમજ અરવલ્લી વિસ્તારમાં રહેતા આદીવાસી સમાજના લોકોનાં રીત રિવાજો કંઈક અલગ હોય છે. ત્યારે આ વિસ્તારમાં આજે પણ પેઢી દર પેઢી એ વિશેષ લગ્ન ઉત્સવ મનાવતો હોય છે ત્યારે સાબરકાંઠાના પોશીના તાલુકાના નારા ગામે ચોથી પેઢીમાં પુત્ર અને પૌત્રો દ્વારા પોતાના દાદા દાદી ના અનોખા લગ્ન કરાવ્યા હતા. ૭૦ વર્ષની ઉંમર ધરાવતા દાદા દાદીના લગ્નમાં પુત્ર અને પૌત્રે પીઠી લગાવી ધામધૂમથી દાદા દાદી નાં લગ્ન કર્યા હતા. આ પ્રસંગે સ્થાનિક વિસ્તારમાંથી મોટાભાગના લોકો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ધામધૂમ પૂર્વક યોજાયેલા આ લગ્નમાં પુત્ર અને પૌત્રો લગ્ન ગીત તેમજ ગરબા ગાતા પણ જોવા મળ્યા હતા. જોકે ૭૦ વર્ષે લગ્ન થતું હોવાના પગલે સ્થાનિક વિસ્તારમાંથી કેટલાક લોકો કુતુહલતા પૂર્વક પણ હાજર રહ્યા હતા. ભલે લગ્ન કર્યાં વિના જીવનસાથી બની પુત્ર, પુત્રી, પૌત્ર, નો જન્મ થાય પરંતુ ડુંગરી ભિલ આદીવાસી સમુદાય સંસ્કૃતિમાં લગ્ન પ્રસંગ પવિત્ર બંધન માનવામાં આવે છે. ત્યારે સમાજમાં ચાલી આવતી વર્ષો જુની પરંપરા મુજબ આદીવાસી સમાજમાં ૭૦ વર્ષનાં વૃધ્ધ દાદા દાદી નાં લગ્ન જોઇ સૌકોઈ આશ્રરય રહી ગયા હતા. ત્યારે પોશિના તાલુકાનાં નારા ગામે થયેલા દાદા દાદી નાં લગ્ન પ્રસંગે આસપાસના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થીત રહ્યા હતા. દાદા દાદી નાં લગ્ન પ્રસંગે દીકરા દીકરી નાં લગ્ન પ્રસંગે થતાં આયોજન મૂજબ તમામ કાર્યકમો નું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ લગ્ન પ્રસંગની જેમજ દાદા દાદી નાં અનોખા લગ્ન યોજાયા હતા. જે લગ્ન પ્રસંગ જોઇ હાજર સૌકોઈ લોકોમાં ભારે કુતુહલતા જોવા મળી હતી. ત્યારે આજે પણ આ વિસ્તારમાં સંસ્કૃતિ અનોખી રીતે ટકી રહી છે તેમ કહેવું યથાર્થ બની રહે છે…
રિપોર્ટર:- જયંતિ પરમાર સાબરકાંઠા



