સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના વડગામડા ગામે જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં રાત્રી ગ્રામસભા યોજાઈ…


સાબરકાંઠા…
સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના વડગામડા ગામે જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં રાત્રી ગ્રામસભા યોજાઈ…
વડાલી તાલુકાના વડગામડા ગામે જિલ્લા વિકાસ અધિકારી દીપેન શાહ ની અધ્યક્ષતામાં રાત્રી ગ્રામસભા યોજાઈ હતી જેમાં સૌપ્રથમ ઉપસ્થિત તમામ મહેમાન અને અધિકારીઓનું ગામ લોકો દ્વારા સન્માન સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ગામના સરપંચ તેમજ તલાટી દ્વારા ગામના મુખ્ય પ્રશ્નો અને કરવાના વિકાસ કામો ની ચર્ચા કરી હતી ત્યારે જિલ્લા વિકાસ અધિકારી એ શક્ય તમામ પ્રશ્નો અને વિકાસ કાર્યો સરકારના ધારા ધોરણ અનુસાર કરાશે.આ રાત્રી ગ્રામસભામાં સરકારી વિભાગના અધિકારીઓ પોતાના વિભાગ ગામલોકો ના હિતમાં શું વિકાસ કાર્યો કરે છે તેની માહિતી આપી હતી ત્યારે તમામ વિભાગોના અધિકારી અને કર્મચારીઓ તેમજ ગ્રામ્યજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા…
રિપોર્ટર:- જયંતિ પરમાર



