IDARSABARKANTHA

ઈડર સહકારી જીન મિલ ખાતે નવિન કસ્ટોડિયન કમિટીની બેઠક યોજાઇ

સાબરકાંઠા…

ઈડર સહકારી જીન મિલ ખાતે નવિન કસ્ટોડિયન કમિટીની બેઠક યોજાઇ હતી. ઈડર તાલુકાની ૭૦ જેટલી મંડળીઓ સાથે નવિન કમિટીએ ચર્ચા વિચારણા કરી આવનાર દિવસોની રણનીતિ તૈયાર કરી હતી…

ઈડર સહકારી જીન મિલના કમ્પાઉન્ડમાં નવીન વહીવટદાર સમિતિએ પ્રથમ વખત ઈડર તાલુકાની ૭૦ સેવા સહકારી મંડળીઓના ચેરમેન,સેક્રેટરી તેમજ કારોબારી સભ્યો સાથેની જાહેર બેઠક યોજાઈ હતી ઈડર સહકારી જીન મિલ છેલ્લા કેટલાક સમયથી વિવાદોના ઘેરામાં આવી હતી જેને લઈ સરકારે જીનની વ્યવસ્થાપક સમિતિને બરખાસ્ત કરી જીન બચાવો સમિતિના સભ્યોને વહીવટદાર સમિતિમાં સ્થાન આપી આવનાર છ માસ સુધી જીનનો વહીવટ કરવા નિમણૂક કરાઈ છે ત્યારે આ જીન બચાવો સમિતિ દ્વારા જે સેવા સહકારી મંડળીઓએ જીન બચાવવાના અભિયાનમાં સહયોગ આપ્યો હતો તે માટે થઈને ઈડર તાલુકાની ૭૦ જેટલી સેવા સહકારી મંડળીઓના ચેરમેન,સેક્રેટરી તેમજ કારોબારી સભ્યો સાથે આગામી દિવસોમાં રણનીતિ તેમજ જીનના હિતમાં કરવાના થતા કામોને લઈ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ સાથે નવી વહીવટદાર સમિતિના સભ્યોનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છેકે જીન કમ્પાઉન્ડમાં હાલ બની રહેલા કોમ્પલેક્ષનો મુદ્દો આ પ્રથમ બેઠકમાં ગુંજ્યો હતો…

રિપોર્ટર:- જયંતિ પરમાર સાબરકાંઠા

[wptube id="1252022"]
Back to top button