HIMATNAGARSABARKANTHA

રાયગઢ વૈજનાથ મહાદેવ મંદિર ખાતે ૭ લાખથી વધુના રુદ્રાક્ષ નુ ૨૧ ફુટ ઉચ્ચુ શિવલિંગ

રાયગઢ વૈજનાથ મહાદેવ મંદિર ખાતે ૭ લાખથી વધુના રુદ્રાક્ષ નુ ૨૧ ફુટ ઉચ્ચુ શિવલિંગ બનાવવામાં આવી રહ્યુ છે ૨૦ જેટલા યુવાનો દ્રારા આ શિવલિંગ નુ નિર્માણ કરવામાં આવી રહ્યુ છે જોઈએ કઈ રીતે બનાવ્યુ મહાકાય શિવલિંગ…

રાયગઢ વૈજનાથ મહાદેના મંદિર ખાતે દર વર્ષે અલગ અલગ પ્રકારે શિવરાત્રી અને શ્રાવણ માસની ઉજવણી કરવામાં આવતી હોય છે… 800 વર્ષથી વધુ પુરાણા વૈજનાથ મહાદેવના મંદિરમાં શિવરાત્રીના તહેવાર નિમિત્તે આ વખતે મહાકાય શિવલિંગ નુ નિર્માણ કરવામાં આવ્યુ છે જેમાં ૩ મહિનાની મહેનત, ૭ લાખથી વધુ રુદ્રાક્ષ, ૨૫ કિલો થી વધુ ગેલ્વેનાઈઝના તાર અને ૨૦ થી વધુ યુવાનો ની રાત દિવસની મહેનત… જી હા સ્પેશિયલ વારાણસી ખાતેથી ૭ લાખથી વધુ રુદ્રાક્ષ અહિ મંગાવવામાં આવ્યા છે જેમાં યુવાનો દ્રારા સવાર સાંજ એમ બે સમય ગેલ્વેનાઈઝના તાર વડે માળાઓ બનાવવામાં આવી હતી અને રેતી, સિમેન્ટ, ઈંટો દ્રારા ૨૧ ફુટ ઉંચુ શિવલિંગ બનાવવામાં આવ્યુ હતુ અને તેની ઉપર ૭ લાખથી વધુ રુદ્રાક્ષ ની માળાઓ વીંટવામાં આવી છે અને સમગ્ર શિવલિંગ ને રુદ્રાક્ષ થી મઢવામાં આવ્યુ છે…

 

ગામના સેવાભાવી યુવાનો દ્રારા છેલ્લા ત્રણ માસની અથાગ મહેનત બાદ શિવલિંગ પર રુદ્રાક્ષ ની માળાઓ લગાડવામાં આવી છે અને મહાદેવનુ રુદ્રાક્ષ નુ ૨૧ ફુંટ ઉંચુ શિવલિંગ બનાવવામાં આવ્યુ છે… આમ તો દર વર્ષે અલગ અલગ પ્રકારના શિવલિંગનુ નિર્માણ કરવામાં આવતુ હોય છે ત્યારે આ વખતે અહિ ૨૧ ફુંટ ઉંચુ અને ૭ લાખથી વઘુ રુદ્રાક્ષ જડીત શિવલિંગ બનાવવામાં આવ્યુ છે જે શિવરાત્રિ ના દિવસે ભક્તો માટે ખુલ્લુ મુકવામાં આવશે અને જેમાં સાંજે મહા આરતી અને દિવસભર ફલાહાર નુ પણ આયોજન કરાયેલ છે…

અહિ આવતા તમામ ભક્તોને દર વર્ષે અને શિવરાત્રીએ અલગ જ પ્રકારના શિવલીંગના દર્શન નો લાવો મળતો હોય છે તો ભક્તો માટે મહા પ્રસાદ અને ભાંગ પણ બનાવવામાં આવે છે અને એટલે જ અહિ મહાદેવ ભક્તોની 365 દિવસ મનોકામના પુર્ણ કરે છે અને જેથી ભક્તોનો ઘસારો અહિ નિરંતર વહ્યા કરે છે….

જયંતિ પરમાર સાબરકાંઠા

[wptube id="1252022"]
Back to top button