

માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થામાં ૧૪ નવા બાળકોએ પ્રવેશ મેળવ્યો
******
ગુજરાત સરકારશ્રી દ્વારા પુરસ્કૃત અને સાબરકાંઠા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થા માં બાળકોને શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રવેશોત્સવ ઉજવણી ઉજ્જવળ ભવિષ્યની ૨૦૨૩માં ૧૪ મનોદિવ્યાંગ બાળકોએ સંસ્થામાં પ્રવેશ મેળવ્યો. જેમાં ૧૧ કુમાર અને ૩ કન્યાઓ એમ કુલ ૧૪ બાળકોને પ્રવેશ અપાયો. આ મનોદિવ્યાંગ બાળકો પોતાની રોજિંદી ક્રિયા કરી પોતાના પગભર બની શકે તે માટે તેમને તૈયાર કરવામાં આવે છે. આ સંસ્થામાં ૧૧૫ બાળકો હાલમાં તાલીમ લઈ રહ્યા છે.
આ પ્રસંગે સંસ્થાના પ્રમુખશ્રી નાનુભાઈ પટેલ ,ઉપપ્રમુખ જસવતભાઇ શાહ ,નગરપાલિકાના કોર્પોરેટર શ્રી સવજીભાઇ ભાટી અને આ વિસ્તારના સામાજીક કાર્યકર કિસ્મત બા વગેરે ઉપસ્થિત રહ્યા. સમગ્ર કાર્યક્રમનું આયોજન સંસ્થાના વહીવટી સંચાલક જીતુભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું.
રિપોર્ટ જયંતિ પરમાર સાબરકાંઠા



