
ઇડર ખાતે પી.સી એન્ડ પી.એન ડી ટી એક્ટ અંતર્ગત એક દિવસીય વર્કશોપ યોજાયો
સાબરકાંઠા જિલ્લાના ઇડરના તાલુકા હેલ્થ કચેરી ઇડર ખાતે પી.સી એન્ડ પી.એન ડી ટી એક્ટના માટે સમિતિના ચેરમેન કૌશલ્યા કુવરબા ના અધ્યક્ષ સ્થાને એક દિવસિય વર્કશોપ યોજાયો હતો.
આ વર્કશોપમાં તાલુકાના સરપંચ શ્રીઓ, તાલુકા સદસ્યશ્રીઓ તથા લક્ષીત દંપતીઓનો વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ઇડર તાલુકાનો સેક્સ રેશીયો તથા ગામવાઇઝ સેક્સ રેશીયો અંગે માહિતી આપવામાં આવી હતી. વધુમાં પી.સી.એન્ડ પી.એન ડી.ટી એક્ટ ના અમલીકરણ અંગે ઇન.તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડો. નરેન્દ્ર શર્મા દ્વારા વિગતે માર્ગદર્શન આપવામાં આવ્યું. વર્કશોપ ના અંતે હાજર રહેલ મહાનુભાવો દ્વારા સ્ત્રી ભ્રુણ હત્યા ન થાય તે માટે પ્રતિજ્ઞા લેવામાં આવી.
જયંતિ પરમાર સાબરકાંઠા

[wptube id="1252022"]



