અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
સાબરકાંઠા-અરવલ્લી બેઠક બની વિવાદિત..! રાજકારણમાં સર્જાતા વિવાદનો અંત ક્યારે.? કોણ ભજવી રહ્યું છે ભૂમિકા
રાજ્યમાં 26 બેઠકો પૈકી સૌથી પહેલા સાબરકાંઠા બેઠક પર વિવાદ સર્જાયો હતો અને વિવાદની સાથે સમર્થકો મેદાને ઉતર્યા છે ત્યારે રાજ્યની વધુ બેઠકો પર પણ વિવાદ સર્જાયો છે જેમાં વાત કરવામાં સાબરકાંઠા અરવલ્લી વિધાન સભાની બેઠક ને લઇ કોકડું ગુંચાયેલ છે સાથે ઉમેદવાર ની પસન્દગી સાથે વિરોધ જોવા મળી રહ્યો છે જને લઇ ગૃહમંત્રી થી લઇ મુખ્યમંત્રી એ આ વિરોધના વંટોળ ને કાબુ લેવા પ્રયત્નો હાથ ધર્યા છે છતાં હાલ પણ લોકોમાં ઉમેદવાર ને લઇ વિરોધ જોવા મળી રહયો છે જેણે લઇ ભાજપના મોવડી મંડળ દ્વારા ખાનગી તપાસ શરૂ કરાઈ…! ની લોક ચર્ચાઓ જામી છે હાલ તો લોકોમાં એ પણ ચર્ચાઈ રહ્યું છે કે રાજ્યની લોકસભા બેઠક પર વિવાદ થવાનું એપી સેન્ટર સાબરકાંઠા..? સાબરકાંઠા બેઠક પર ભીખાજી ઠાકોર અને ત્યારબાદ શોભનાબેન બારૈયા ની ઉમેદવારી સામે સવાલ કરવા માટે કેટલાક ચોક્કસ તત્વો મોટી ભૂમિકા ભજવી રહ્યા હોવાની લોક ચર્ચાઓ જામી છે જે બાબતે ને લઇ સાબરકાંઠા માં વિવાદ ઉભો કરી શિસ્ત બદ્ધ પાર્ટીના લીરેલીરા ઉડાવનારા નેતાઓ અને કહેવાતા કાર્યકરો સામે ભાજપ આકરા પગલાં ભરશે કે નહિ તે જોવાનું રહ્યું જેને લઇ શિષ્તભંગની અડફેટે કેટલાક મોટા માથાઓ પણ આવી જાય તો નવાઈ નહી









