
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
એ.આર.ટી.ઓ..કચેરી નવસારી દ્વારા મોટરીંગ પબ્લીકની સગવડતા માટે સિલ્વર અને ગોલ્ડન નંબરની ફાળવણી માટે ઓનલાઇન ઇ-ઓકશન શરૂ કરવામાં આવ્યું છે. કચેરીમાં મોટરસાયકલ (ટુ વ્હીલર) ના નંબરો માટેની સીરીઝ GJ21- DD-0001 થી GJ21- DD-0001- 9999 ઇ-ઓકશન માટે શરૂ કરવામાં આવ્યું છે. ઇચ્છા ધરાવનાર વાહન માલિકો તેમનાં વાહનનું ઓનલાઇન રજીસ્ટ્રેશન http://parivahan.gov.in/fancy પર પસંગીના નંબરની ઓનલાઇન ફી ભરપાઇ કરવાની રહેશે.
જે અન્વયે ફેન્સી નંબર મેળવવા ઇચ્છુક અરજદારોએ ઉપર દર્શાવેલ વેબસાઇટ ઉપર જઇને સી.ઍન.ઍ.ફોર્મ વાહન ખરીદીના સાત દિવસમાં અચૂક ઓનલાઇન ભરી દેવાનું રહેશે. વાહનનાં સેલ લેટરમાં સેલ તારીખથી ૬૦ દિવસના અંદરના જ અરજદારોએ હરાજીમાં ભાગ લેવા અરજી કરી શકાશે. સમય બહારની અરજીઓ રદ કરવામાં આવશે. તેમ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રીની યાદી જણાવે છે.





