તા.૧૧/૯/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
રોજગારલક્ષી ઔદ્યોગિક તાલીમ સંસ્થા આઈ.ટી.આઈ. કોટડાસાંગાણી ખાતે ધોરણ ૧૦ પાસ માટે મિકેનિક ડીઝલ, ફીટર, કોપા કોમ્પ્યુટર કોર્સ તથા ધોરણ ૮ પાસ માટેના કોર્સ વેલ્ડરમાં પ્રવેશ મેળવવા માટે રસ ધરાવતા ઉમેદવારોએ તા.૨૩/૦૯/૨૦૨૩ સુધીમાં https://itiadmission.gujarat.gov.in/ વેબસાઇટ પર તેમજ આઇ.ટી.આઇ. કોટડાસાંગાણી સંસ્થા ખાતે રૂબરૂ પણ ફોર્મ ભરી શકાશે. વધુ જાણકારી માટે આઈ.ટી.આઈ કોટડાસાંગાણી ભાડવા રોડ, સૂર્યમુખી હનુમાન મંદિર પાસે કોટડાસાંગાણીનો રૂબરૂ માહિતી મેળવી શકાશે, તેમ આચાર્યશ્રી, ઔદ્યોગિક તાલીમ સંસ્થા કોટડાસાંગાણીની યાદીમાં જણાવાયું છે.
[wptube id="1252022"]








