23 નવેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાં રવિ કૃષિ મહોત્સવ યોજવામાં આવી રહ્યો છે જે અંતર્ગત ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં તાલુકા મથકે બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ યોજવામાં આવનાર છેરાજ્યના ખેડૂતો રવિ સિઝનમાં રવિ પાકો વિશે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન મેળવે તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુસર રાજ્યના તમામ તાલુકાઓમાં તારીખ 24/25 નવેમ્બર દરમિયાન રવિ ખુશી મહોત્સવ નું આયોજન કરવામાં આવેલ છે.બનાસકાંઠા જિલ્લામાં આ બે દિવસ દરમિયાન તમામ તાલુકાઓમાં રવિ કૃષિ મહોત્સવ અને સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરેલ છે જેમાં મહોત્સવના સ્થળ ઉપર કૃષિ સ્ટોલ લગાવવામાં આવશે જેની અંદર 15 સ્ટોલ કૃષિ ,બાગાયત બિજનીગમ, એગ્રો ઇન્ડસ્ટ્રીઝ ના રહેશે.જ્યારે 15 સ્ટોલ સેવાસેતુ અંતર્ગત રહેશે તારીખ 24 નવેમ્બર ના રોજ પરી સંવાદ અને કૃષિ પ્રદર્શન યોજાશે તેમજ બીજા દિવસે બહોળા પ્રમાણમાં ખેડૂતો પ્રદર્શનનો લાભ લેતે હેતુસર પ્રદર્શન ખુલ્લું રાખવામાં આવશે ખેડૂતો દ્વારા પ્રાકૃતિક કૃષિના એક મોડેલ ફાર્મ ની મુલાકાત લેવામાં આવશે આ કાર્યક્રમમાં વિવિધ લાભાર્થીઓને સહાયના મંજૂરી પત્રો એનાયત કરવામાં આવશે સાથે આત્મા દ્વારા પ્રગતિશીલ ખેડૂતોને આત્મા બેસ્ટ ફાર્મર એવોર્ડ આપવામાં આવશે આ કાર્યક્રમ માં કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને અન્ન, પ્રાકૃતિક ખેતી, ખેતી પાકોમાં ઇથેનોલ ના ઉત્પાદન, બાગાયતી પાકોમાં નવી ટેકનોલોજી અંગે માહિતી આપવામાં આવશે બનાસકાંઠાના ખેડૂત ભાઈઓને મોટી સંખ્યામાં આ રવિ કૃષિ મહોત્સવમાં ભાગ લેવા જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ તેજાભાઈ રાજપૂત દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે કેન્દ્ર સરકારના આ કાર્યક્રમને બનાસકાંઠા જિલ્લા કિસાન મોરચો આવકારે છે એવું એક અખબારી યાદી માં જિલ્લા ભાજપ કિસાન મોરચાના મહામંત્રી જયેશભાઈ દવે જણાવે છે