
વિજાપુર તાલુકાની શેઠ જી સી હાઈસ્કૂલ, પ્રાથમિક વિભાગ પિલવાઈ ની શાળામાં રક્ષાબંધન જન્માષ્ટમી ના તહેવારો ની ઉજવણી કરાઈ

વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના પિલવાઈ ગામની શેઠ જીસી હાઈસ્કૂલ પ્રાથમીક શાળામાં ભારતીય સાંસ્કૃતિ અંગે માર્ગદર્શન મળે તેવા હેતુ સાથે આચાર્યા કૃણાલબેન ઠાકર ના નેતૃત્ત્વ હેઠળ રક્ષાબંધન તેમજ જન્માષ્ટમી ના પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના વિદ્યાર્થીઓએ રાખડી બાંધી ગીતો અને વક્તવ્ય આપતા કાર્યક્રમ તેમજ કૃષ્ણ લીલા ની યાદો તાજી કરતા બાળ ગોપાલ દ્વારા મટકી ફોડી,રાધાકૃષ્ણ અને ગોપીઓ ની વેશભૂષા કરી સાંસ્કૃતિક રાસ ગરબા ના કાર્યક્રમો રજૂ કર્યા હતા તદ ઉપરાંત હોકીના ખેલાડી શ્રી ધ્યાનચંદ ની જન્મજયંતી નિમિત્તે વિવિધ રમતો ની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ જે સ્પર્ધામાં વિજેતા ઓને પ્રથમ,દ્વિતીય અને તૃતીય નંબર ને ઈનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા શાળા પરિવારે કાર્યક્રમ માં મહેનત કરી સફળ બનાવ્યો હતો શાળામાં વિવિધ કાર્યક્રમો ને લઈને શાળામાં ભણતા બાળકો ના વાલીજનો ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા





