
નસવાડી તાલુકા રાજપૂત સમાજ દ્વારા ભાજપના લોકસભા ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા ના વિરોધમાં મામલતદારને આવેદનપત્ર આપ્યુ હતું પુરુષોત્તમ રૂપાલાએ જાહેર કાર્યક્રમમા ક્ષત્રિય રાજપૂત સમાજ વિરુદ્ધ અપમાનજનક નિવેદન કરીને સમગ્ર ક્ષત્રિય રાજપૂત સમાજની લાગણી દુભાવે છે ત્યારે નસવાડી તાલુકા સેવા સદન કચેરી ઉપર રાજપૂત સમાજનાં લોકો ભેગા થતાં હતાં અને રદ કરો ભાઈ રદ કરો રૂપાલા ની ટિકિટ કારોના સૂત્રોચાર કર્યા.
ભાજપના નેતા પુરુષોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરેલા બિન જવાબદાર નિવેદનના ઉગ્ર પ્રત્યાઘાતો પડ્યા છે રૂપાલાના નિવેદન સામે સમગ્ર ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ફેલાયો છે અને ઠેર ઠેર આવેદન અપાઈ રહ્યા છે. ત્યારે નસવાડી તાલુકાના રાજપૂત સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે ભાજપ ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ જે વાણી વિલાસ કરીને રાજપૂત સમાજની બહેન બેટીઓ વિશે અભદ્ધ ટિપ્પણી કરીને ક્ષત્રિય રાજપૂત સમાજનું અપમાન કરેલ છે તે બદલ નસવાડી તાલુકાના રાજપૂત સમાજ અમે સખ્ત વિરોધ કરીએ છીએ અને તેમની લોકસભાની ટિકિટ પણ રદ કરવામાં આવે તેવી માંગ કરી હતી.





