BANASKANTHAGUJARATPALANPUR

નિપુણ ભારત મિશન અંતર્ગત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પાલનપુર ખાતે જિલ્લા કક્ષાની વાર્તા કથન સ્પર્ધા યોજાઈ 

22 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

નિપુણ ભારત મિશન અંતર્ગત શિક્ષણ વિભાગ દ્વારા યોજાયેલ વાર્તાકથન સ્પર્ધા અન્વયે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પાલનપુર ખાતે જિલ્લા કક્ષા ની સ્પર્ધા યોજાઇ ગઇ..આ સ્પર્ધા માં બી આર સી કક્ષાએ વિજેતા થયેલ જિલ્લાના તમામ તાલુકાઓના સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.. પાલનપુર તાલુકાની ભૂતેડી સી આર સી ની ભૂતેડી પે સેન્ટર શાળા ની ધોરણ 2 જા ની વિદ્યાર્થિની તન્વી પ્રવિણભાઇ ભૂતડીયા સમગ્ર જિલ્લામાં પ્રથમ નંબરે વિજેતા બની છે.આ વિષય ના માર્ગદર્શક તરીકે કોમલબેન રાવલે માર્ગદર્શન પૂરું પાડલ હતું. આચાર્યશ્રી મયંકભાઈ પટેલ તથા ભૂતેડી પ્રા.શાળા પરિવારે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. સી આર સી ભૂતેડી નરેશભાઈ શ્રીમાળી એ તન્વી ને તેમજ ભૂતેડી શાળાને હાર્દિક શુભેચ્છાઓ પાઠવેલ છે.

[wptube id="1252022"]
Back to top button