BHARUCHGUJARATJHAGADIYA

ઝઘડિયાના તરસાલી ગામમાં એક મકાનમાંથી 27 ગૌવંશને રાજપારડી પોલીસે મુક્ત કરાવ્યા 

ઝઘડિયાના તરસાલી ગામમાં એક મકાનમાંથી 27 ગૌવંશને રાજપારડી પોલીસે મુક્ત કરાવ્યા

તમામ ગૌ વંશને રાજપારડી પોલીસ સ્ટેશન ખાતે લાવી પાંજરાપોળ મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે

 

બકરી ઈદની પૂર્વ સંધ્યાએ ઝઘડિયા તાલુકાના તરસાલી ગામેથી રાજપારડી પોલીસે ૨૭ જેટલી ગાયો પકડી છે

 

ઝઘડિયા તાલુકામાં મોટાપાયે પશુઓની બદ ઇરાદાથી હેરાફેરી નો ધંધો કેટલા લોકો કરતા હોય છે, ઘણી વખત પોલીસ દ્વારા કોમ્બિંગ કરી આવા હેરાફેરી કરનારાઓને ઝડપી લેવામાં આવે છે, ઝઘડિયા તાલુકાના રાજપારડી પોલીસને બાતમી મળી હતી કે તાલુકાના તરસાલી ગામે ઇસ્માઇલ શાબિર મલેક રહે. નવી તરસાલી ખુશરૂ નશીરી મહોલ્લો તા. ઝઘડીયા જી.ભરૂચ  ના ઘરમાં કેટલીક ગૌવંશને જબરજસ્તીથી ગોધી રાખવામાં આવી છે, રાજપારડી પોલીસે તેની ટીમ દ્વારા તરસાલી ગામે ઈસ્માઈલ શાબિરના ગાયોને મુક્ત કરાવવાનો ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં બાતમીના આધારે છાપો મારી કરતા ૨૭ જેટલી ગાયોને બળજબરીપૂર્વક એક ઘરમાં પૂરી રાખવામાં આવી હોવાનું જણાયું હતું, રાજપારડી પોલીસ ટીમ દ્વારા તમામ ગાયનો કબજો લઈ તેમને મુકત કરી રાજપારડી પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવી હતી અને ત્યારબાદ તેને પાંજરાપોળ ખાતે રવાના કરવાની તજવીજ હાથ ધરાઈ હતી, રાજપારડી પોલીસની સરાહનીય કામગીરીના પગલે જીવદયા પ્રેમીઓમાં આનંદની લાગણી જોવા મળી હતી, અને ગેરકાયદેસર રીતે પશુઓને ગોંધી રાખનાર આરોપી ઇસ્માઈલ સાબીર ની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

[wptube id="1252022"]
Back to top button