AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાના સુબિર તાલુકાની વિવિધ શાળાઓમા સઘન સ્વચ્છતા ઝુંબેશ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
“સ્વચ્છતા હી સેવા”ના સૂત્રને અપનાવીને સમગ્ર રાજ્યમા સઘન સફાઈ અભિયાન શરૂ થયુ છે. જે અંતર્ગત સુબિર તાલુકાના વિવિધ ગામોમાં “સ્વચ્છ ગ્રામ, સુંદર ભારત”ની નેમ સાથે સ્વચ્છતા ચાલી રહી છે. અહીં તબક્કાવાર આયોજનપૂર્વક વિવિધ વિસ્તારોમાંથી કચરો, ગંદકી દૂર કરીને આ વિસ્તારો સ્વચ્છ અને સુઘડ બનાવવામા આવી રહ્યા છે.
સુબિર તાલુકાના વિવિધ ગામો, વિસ્તારોમા સઘન સફાઈ ચાલી રહી છે. જેમા વ્યાપક જનસહયોગ પણ મળી રહ્યો છે. સુબિર તાલુકાના મોખામાળ, કેશબંધ, કિરલી, બીલબારી અને લવચાલી પ્રાથમિક અને હાઇસ્કુલની શાળાઓ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામા આવ્યુ હતુ.
આ સ્વચ્છતા અભિયાનમા શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ અન્ય સ્ટાફે મળીને “સ્વચ્છતા એ જ સેવા”ના સૂત્રને સાર્થક કર્યું હતુ. આ સાથે નકામો કચરો દૂર કરીને વિવિધ વિસ્તારોની કાયાપલટ કરાઈ હતી.

[wptube id="1252022"]
Back to top button