KUTCHMUNDRA

મુંદરાની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓને વિદાયમાન અપાયું

૨ – એપ્રિલ

વાત્સલ્યમ્ સમાચાર

રમેશ મહેશ્વરી – કચ્છ

મુન્દ્રા કચ્છ :- અત્રેની શેઠ આર. ડી. એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત કેનિયા એન્ડ એન્કરવાલા તથા શ્રીમતી ચંદનબેન હાથીભાઈ શાહ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો કોલેજના પ્રિન્સિપાલ ડો. દીપકભાઈ ખરાડીના અધ્યક્ષતામાં વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં કાયમની યાદગીરી રૂપે ગ્રુપ ફોટાનું આયોજન કરવામાં આવ્યું હતું. આચાર્ય અને પ્રાધ્યાપકોની હાજરીમાં યોજાયેલ લાગણીસભર વિદાય સમારંભમાં ભાવનાબેન મહેશ્વરી, કલ્યાણ વેજાણી વગેરેએ ભૂતકાળના ત્રણ વર્ષોની યાદોને તાજી કરીને ભીના હૃદયે પોતાના અનુભવો રજૂ કરતા પોતાના પ્રિય ગુરૂજનો અને કોલેજ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.મુંદરાની કોલેજમાં વિષયોના નિષ્ણાંત અધ્યાપકો ડો. દેવેન્દ્રસિંહ જાડેજા, જયેશ મટાણી, રાજેશ્વર મતીયા, પ્રીતિબેન બળીયા, કવિતાબા ઝાલા, કોમલબા ચુડાસમા, કાનજી ગઢવી દ્વારા નિયમિત સ્નાતક કક્ષાનું શિક્ષણ આપવામાં આવે છે એવી માહિતી આપતા કોલેજના પ્રિન્સિપાલ ડો. દિપકભાઈ ખરાડીએ વિદ્યાર્થીઓને ભવિષ્યના ઉત્તમ જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમનું સંચાલન પ્રાધ્યાપિકા જ્યોતિકાબેન આહિર તેમજ હીનાબેને કર્યું હતું. ઝૈનબબેન (ક્લાર્ક) સહિત સમગ્ર સ્ટાફે કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

 

[wptube id="1252022"]
Back to top button