AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાના ગોંડલવિહિર ગામે જગદગુરૂ અનંત વિભૂષિત રામાનંદાચાર્ય સ્વામી નરેન્દ્રચાર્યજી મહારાજ પધારશે..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં ગોંડલવિહીર ગામે તા.17-01-2024નાં રોજ નાનીજ ધામનાં અનંત વિભૂષિત જગદગુરુ રામાનંદાચાર્ય સ્વામી નરેન્દ્ર મહારાજનું શુભ આગમન થઈ રહ્યુ છે.જેથી જગદગુરુનાં અનુયાયીયો દ્વારા એકવિશાળ મોટરસાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ.આજરોજ ડાંગ જિલ્લાનાં ગોંડલવિહીરથી સવારે 9:00 કલાકથી જગદગુરુની પુજા અને જયઘોષ કરીને આહવા,પિંપરી,વઘઇ,કાલીબેલ,ભેસકાત્રી,મહાલ સુબીર થઇને ગોંડલવિહીરમાં સમાપન કરવામાં આવી હતી.આ સમગ્ર રેલીનું સુચારુ સંચાલન જીલ્લા શ્રી સેવા સમિતી દ્વારા કરવામાં આવ્યુ હતુ.આગામી 17મી જાન્યુઆરીનાં રોજ જગદગુરુનાં દર્શન સહિત પૂજા આરતીમાં ભાગ લેવા માટે ભક્તોને આહવાન કરાયુ છે.

[wptube id="1252022"]
Back to top button