GUJARAT

જંબુસર તાલુકા ના વાવલી ગામે ખુલ્લા પાણીના બોર પાસે પડતા લોખંડ ના સળિયા થી આખમાં ઇજા

જંબુસર તાલુકાના વાવલી ગામે વાણેયા ફળિયામાં ગટર લાઈન માટે મંજુર થયેલા નાણા તો ચાર મકાનો માટે પાણીનો બોર બનાવી સરકારી નાણાંનો નો દુરુપયોગ કર્યો છે તેવો આરોપ સુરેશભાઈ નગીનભાઈ ઠાકોર દ્વારા કરવામાં આવ્યો
જંબુસર તાલુકાનાવાવલી ના વાણેયા ફળિયામાં સુરેશભાઈ નગીનભાઈ ઠાકોર ગ્રામ પંચાયતમાં ગટર લાઇન માટે નાણા ફડવાયેલા પરંતુ ઇન્ચાર્જ સરપંચ દ્વારા ચાર મકાનો માટે પાણીનો બોર બનાવ્યો અને પાણીનો બોર ખુલ્લો રાખવામાં આવ્યો છે કોઈ નાનું બાળક અથવા જાનવર પડી જાય એવી શક્યતા ને લઈને સુરેશ ભાઈ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને જાણ કરવામાં આવી હતી તેમને એમ પણ જણાવ્યું હતું કે મારો નાનો દીકરો મન્દ બુદ્ધિનો છે જેથી ખુલ્લા બોરમાં કોઈ અકસ્માત ન સર્જાય અને બોર ના પાણી ભરાઈ રહેવાથી ગંદકી અને મચ્છરનો ઉપદ્રવ થાય છે તે માટે તાલુકા પંચાયત ખાતે અરજી આપવામાં આવી હતી
ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે ફરિયાદ નિવારણ શાખામાં પણ રજૂઆત કરાઈ હતી કલેકટર કચેરી ખાતેથી તાલુકા વિકાસ અધિકારીને બોરવેલ બંધ કરવા બાબતે નિકાલ કરવા સૂચના અપાય હતી પરંતુ આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી
બે દિવસ અગાઉ તેમનો મંદબુદ્ધિ નો દીકરો રમતા રમતા પાણીના ખુલ્લા બોરવેલ પાસે પગલપસી પડતા ખુલ્લો સળીયો તેના આંખ ઉપર વાગતા ગંભીર ઈજા પહોચી હતી રાત્રિના સમયે સુરત ખાતે હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી આંખ પાસે ત્રણ ટાકા આવ્યા હતા સદનસીબે આંખને વધુ ઇજા ને થઈ અને સળિયા ને લીધે ખુલ્લા બોરમા પડતા બચી ગયો આ બનાવ પછી તાલુકા વિકાસ અધિકારીને બાબતની રજૂઆત કરવા છતાં કોઈ સંતોષકારક જવાબ ન આપતા તેમને નિરાશા હાથ લાગી તેમને તાત્કાલિક
પાણીનો બોર બંધ કરાવી નાણાનો દુરુપયોગ બદલ કાર્યવાહી કરવામાં આવે એવી માગ કરાય છે

[wptube id="1252022"]
Back to top button