Halol : હાલોલ શહેરમાં 10 દિવસ નું આતિથ્ય માનવા પધારે વિઘ્નહર્તા શ્રીગણેશજીની પ્રતિમાનું ગુરુવાર ના રોજ ભક્તિસભર વાતાવરણમાં વિસર્જન કરવામાં આવશે.

રીપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૨૭.૯.૨૦૨૩
હાલોલ શહેર માં દરેક ફળીયા, પોળો, સોસાયટીઓ તેમજ ઘરોના માં નાની મોટી મળી 1000 જેટલી શ્રીજીની પ્રતિમાને ગણેશભક્તિ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યા છે.10 દિવસના મહેમાન બની બિરાજમાન થયેલ ગજાનંદ ગણપતિનું ગણેશ ભક્તો દ્વારા તેમની પૂજા અર્ચના પ્રાર્થના કરી ધન્યતા અનુભવી રહ્યા છે. ભક્તો બાપ્પાના દર્શન કરવા એક પંડાલ માંથી બીજા પંડાલમાં મોડી રાત્રી સુધી દોડધામ કરતા જોવા મળી રહ્યા છે.જોત જોતામાં દશ દિવસ પૂર્ણ થવાના હોવાને લઇ જેટલા ઉમળકાભેર શ્રીજીના આગમની જેવી તૈયારીઓ કરવામાં આવી હતી.તેવીજ રીતે તેમની વિદાય ની તૈયારીઓ કરવામાં આવી રહી છે.ભાદરવા સુદ ચૌદસ આનંદ ચૌદસ ના દિવસે ગણેશ વિસર્જન ને લઇ વહીવટી તંત્ર પણ સજાગ બની ગયું છે.વિસર્જન યાત્રા શાંતિ પૂર્ણ માહોલમાં સંપ્પન થાય અને કોઈ અનિચ્છિય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઢવાઈ ગયો છે. જયારે નગર પાલીકા દ્વારા સિંધવાવ તળાવ તેમજ વડાતળાવ ખાતે શ્રીજીની પ્રતિમાનું વિસર્જન વ્યવસ્થિત રીતે થાય અને ભક્તો તેને નિહાળી શકે તે માટે નું સુચારુ આયોજન કરવામાં આવ્યું છે.પ્રતિ વર્ષ ની જેમ બસસ્ટેન્ડ ત્રણ રસ્તા પાસે શ્રીજી વિસર્જન યાત્રા એકત્રિત થઇ સ્થાનિક ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર દ્વારા તેની આરતી પૂજા અર્ચના કરી યાત્રાનું પ્રસ્થાન કરાવશે.ત્યારબાદ ગણેશ ભક્તો ડીજેના તાલે બાપ્પા મોરિયા આવતા વર્ષ જલ્દી આવવાના ગગનભેદી નારા સાથે જોડાઈ બાપ્પાને વિદાય આપી નાની પ્રતિમાનું સિંધવાવ તળાવ ખાતે તેમજ મોટી પ્રતિમાનું વડાતળાવ ખાતે વિસર્જન કરવામાં આવશે.શ્રીજી વિસર્જન ને લઇ ત્રણ ફૂટ થી નાના શ્રીજીની પ્રતિમાને સિંધવાવ તળાવમાં તેમાંજ મોટી પ્રતીમાને વડાતળાવ ખાતે વિસર્જન કરવામાં આવશે. જેને લઇ તળાવ ને ફરતે બેરીકેટીંગ કરવામાં આવ્યું છે, તદુપરાંત 35 તરવૈયા, 3, નાવડી,1 ક્રેન ,3 હાઈડ્રા તેમજ 108 એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રહશે.જયારે વિસર્જન યાત્રા શાંતિ પૂર્ણ માહોલમાં સંપ્પન થાય અને કોઈ અનિચ્છિય બનાવ ન બને તે માટે ડીવાયએસપી 2, પીઆઇ 3, પીએસઆઇ 12, પોલીસ 106, ટીઆરબી 10, જીઆરડી હોમગાર્ડ 185 વિશર્જન યાત્રામાં તેનાત રહેશે તેમજ વિસર્જન રૂટનું સતત પેટ્રોલિંગ અને વીડિયોગ્રાફી કરી વિશર્જન યાત્રા ઉપર ચાપતી નજર રાખવમાં આવશે. વિસર્જન યાત્રા શાંતિ પૂર્ણ માહોલમાં સંપ્પન થાય અને કોઈ અનિચ્છિય બનાવ ન બને તે માટે હાલોલ ગ્રામ્ય પોલીસ દ્વારા વિસર્જન રૂટ ઉપર ફ્લેગમાર્ચ કરી રૂટ નું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તદુપરાંત શ્રીજી વિસર્જન તેમજ બીજા દિવસે ઈદ એ મિલાદ પર્વ ને લઇ હાલોલ પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક પણ યોજવામાં આવી હતી.