
મોરબી એસ.ઓ.જી પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે શનાળારોડ, જી.આઇ.ડી.સી.ના નાકા પાસે આવેલ શુભ હોટલ વાળી શેરીમાં અંકુર સોસાયટી અંકુર પ્રોવિઝન સ્ટોરની સામે આરોપી ધ્રુવ ભૂપેન્દ્રભાઈ મીરાણી વિદેશી સિગારેટનું વેચાણ કરી રહ્યો છે.જેને પગલે એસ.ઓ.જી પોલીસે ઘટના સ્થળે દરોડા પાડ્યા હતા. જ્યાં રૂપિયા ૧૬,૯૦૦ ની કિંમતના ૧૬૯ વિદેશી સિગારેટના પેકેટ સાથે આરોપી ધ્રુવ મળી આવ્યો હતો.

જેથી એસ.ઓ.જી.પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી આરોપી ધ્રુવ વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં સિગારેટ અને બીજી તમાકુ ઉત્પાદન અધીનીયમ ૨૦૦૩ની કલમ ૭ અને ૨૦ મુજબ ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

[wptube id="1252022"]








