
22 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
જી.ડી. મોદી કોલેજ ઓફ આર્ટસ અર્થશાસ્ત્ર વિષયના 60 જેટલા વિદ્યાર્થીઓ માટે તારીખ 22/ 9/ 23 ના રોજ શૈક્ષણિક પ્રવાસ અંતર્ગત બનાસ ડેરી, પાલનપુરની મુલાકાત નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મુલાકાત નો હેતુ વિદ્યાર્થીઓ બજારની વર્તમાન પરિસ્થિતિ, ડેરી ઉદ્યોગની કામગીરી તથા ડેરીના વિવિધ વિભાગોમાં વપરાતી અધ્યતન ટેકનોલોજી વિશે માહિતી મેળવવાનો હતો. બનાસ ડેરીના ટેકનિકલ આસિસ્ટન્ટ પ્રવીણભાઈએ ડેરીની સમગ્ર કામગીરી, રોજની દૂધની આવક, દૂધની જુદા જુદા વિભાગોમાં વહેંચણીની પદ્ધતિથી વિદ્યાર્થીઓને વાકેફ કર્યા હતા. બનાસડેરીએ વિદ્યાર્થીઓને amul આઈસ્ક્રીમ આપી પ્રોત્સાહિત કર્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોલેજના પ્રિન્સિપાલ ડો. એસ.જી ચૌહાણના માર્ગદર્શન હેઠળ અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડો . હડિયોલ સર અને પ્રો. હેમલબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ શૈક્ષણિક પ્રવાસમાં ડો. કલ્પનાબેન અને ડૉ . સુરેખાબેને પણ વિદ્યાર્થીઓની સાથે રહી પ્રોત્સાહિત કર્યા હતા.





