સંજેલી ની ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલીના વિદ્યાર્થીઓએ દોરીના ગુચ્છાઓ એકઠા કરીને નાશ કર્યા

તા.17.01.2023
વાત્સલ્યમ સમાચાર
અજય સાંસી દાહોદ
સંજેલી ની ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલીના વિદ્યાર્થીઓએ દોરીના ગુચ્છાઓ એકઠા કરીને નાશ કર્યા
સંજેલી તાલુકામાં આવેલ જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ પ્રેરિત ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ કાર્યરત છે જેમાં નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની તૈયારી કરાવવામાં આવે છે જેમાં અનાથ બાળકો ને વિનામૂલ્યે માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવે છે સાથે સાથે સમાજ ઉપયોગી કાર્ય કરવામાં આવે છે જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી અને ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી ના સંચાલક દિલીપકુમાર એચ મકવાણાના આયોજનથી દોરીઓના ગુચ્છો એકઠા કરીને નાશ કરવામાં આવ્યા હતા મિત્રો ઉત્તરાયણમાં સારા પવનના કારણે પતંગ ચગાવવાની મજા આવી જ હશે.ગઈકાલે આકાશમાં ટુકકલ (ગુબબારા) ન જોઈ ને ઘણો આનંદ થયો.હવે મુદ્દાની વાત આજનું કામ આપણી સોસાયટી તેમજ આજુબાજુના વિસ્તારમાં ગમે ત્યાં પતંગ ની દોરી, પતંગની ગુંચ, પતંગની બાંધેલી કિનયા તથા ગમે તેવી પતંગની દોરી જોવા મળે તો તેને એકઠી કરવી જેથી કરીને આપણી સોસાયટી આપણો વિસ્તાર સ્વચ્છ અને સુરક્ષિત રહે અને અબોલ પક્ષીઓને એ ગૂંચમાં ગૂંચવાઈ જવાનો મોકો ના મળે એ રીતની સમજ આપવામાં આવી હતી. આમ ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલીના સંચાલક દિલીપકુમાર મકવાણાએ દોરીના ગૂંચ ભેગી કરીને નાશ કરવામાં આવી હતી. ન્યુ પાર્થ એજ્યુકેશન ગૃપ સંજેલી ના સભ્યો અશ્વિનભાઈ સી.સંગાડા અને રાજુભાઈ એસ. મકવાણા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આમ તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો








