KALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ એમજીએસ હાઇસ્કૂલ ખાતે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓનું પોસ્ટલ બેલેટથી મતદાન યોજાયું

તારીખ ૩૦/૦૪/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
ગુજરાતમાં અગામી સાતમી મે ના દિવસે લોકસભાની ચૂંટણીઓ માટે મતદાન થવાનું છે ત્યારે ચૂંટણી દરમિયાન ફરજ બજાવનાર અધિકારી કર્મચારીઓ માટે અગાઉથી પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવાની સુવિધા પૂરી પાડવામાં આવે છે જે અનુસંધાન કાલોલ શહેર સહિત તાલુકામાં ચૂંટણી દરમિયાન ફરજ બજાવનાર જીઆરડી,એચઆરડી જવાનો અને પોલીસે પોતાના મતાધિકાર નો ઉપયોગ કર્યો કાલોલ શહેર સ્થિત એમજીએસ હાઇસ્કૂલ અને સોમવારે એમએમ ગાંઘી કોલેજ ખાતે ચૂંટણીમાં ફરજ બજાવતા અધિકારીઓ દ્વારા પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું જેમાં ૨૯,૩૦ એપ્રિલ અને ૧ મે દરમિયાન ચૂંટણીમાં ફરજ બજાવનાર વિવિધ સરકારી કર્મચારી,અધિકારીઓ,પોલિસ જવાનો પોસ્ટલ બેલેટથી મતદાન કરવાના છે જેમાં આજ રોજ એમજીએસ ખાતે જીઆરડી, એસઆરડી અને પોલીસ સ્ટાફના જવાનોએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતુ.

[wptube id="1252022"]









