GUJARATIDARSABARKANTHA

સાબરકાંઠા મા શિયાળાની શરૂઆત થતા જ શરદી કફ અને ઉધરસના બનાવો માં વધારો થવા પામ્યો

સાબરકાંઠા …

શિયાળાની શરૂઆત થતા જ શરદી કફ અને ઉધરસના બનાવવામાં વધારો થવા પામ્યો છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં પણ હાલમાં જિલ્લાના મોટાભાગના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી લઈ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓની ભારે ભીડ જામી છે જો કે તંત્ર દ્વારા શારીરિક બીમારીમાં તાત્કાલિક ધોરણે સરકારી તંત્રનો સંપર્ક કરવા જણાવાયું છે…

સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી નો ભય હજુ યથાવત છે સાથોસાથ ગુજરાત સહિત દેશમાં પણ હજુ કોરોના વધી રહ્યો છે ત્યારે હાલમાં ઠંડીનો પ્રકોપ વધતા શરદી ખાંસી અને કપ ના દર્દીઓમાં વધારો થયો છે જોકે કોરોના મહામારી તેમજ વાતાવરણ ધન્ય રોગોમાં ખૂબ સામ્યતા હોવાના પગલે હાલના તબક્કે આવા દર્દીઓએ તાત્કાલિક ધોરણે સિવિલ હોસ્પિટલનો સંપર્ક કરવો જરૂરી બન્યો છે ત્યારે સાબરકાંઠા આરોગ્ય વિભાગ દ્વારા આ મામલે આવા કોઈપણ દર્દીઓને નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી લઈ સામૂહિક આરોગ્ય કેન્દ્ર તેમજ સિવિલ હોસ્પિટલમાં સંપર્ક કરવા જણાવાયું
છે….

 

સામાન્ય રીતે ઠંડી વધતા શરદી કફ અને ઉધરસ ના દર્દીઓમાં વધારો થતો હોય છે જોકે કોરોના મહામારીમાં પણ આ જ પ્રકારની દર્દીઓની સ્થિતિ સર્જાતી હોય છે જેના પગલે બંને વચ્ચે પાતળી ભેદરેખા મહત્વની બની રહે છે જેથી આવા દરેક દર્દીઓએ તાત્કાલિક ધોરણે સિવિલ હોસ્પિટલ નો સંપર્ક કરે તો વધતા જતા કોરોના સહિત વાતાવરણ જન્ય રોગોમાં પણ ખૂબ ઝડપી કંટ્રોલ આવી શકે છે….

જોકે વહીવટી તંત્ર દ્વારા આ મામલે છેવડના વ્યક્તિ સુધી પહોંચવામાં જેટલી ઝડપતા તેમજ સાવચેતીના પગલાં લેવા છે તેટલી જ ઝડપથી વધતા જતા કોરોના મહામારી સહિત વાતાવરણને રોગોમાં પણ કાબુ આવી શકશે જોકે આ મામલે તંત્ર દ્વારા આગામી સમયમાં કહેવાની કેટલા પગલાં લેવાય છે તે પણ મહત્વનું બની રહે છે…

જયંતિ પરમાર સાબરકાંઠા

[wptube id="1252022"]
Back to top button