TANKARA:ટંકારા મહર્ષિ દયાનંદ વિવિધ વિદ્યાલય સંચાલન સમિતિના પ્રમુખ દ્વારા ધોરણ 12 માં પ્રથમ નંબર મેળવનાર પુરસ્કાર આપી સન્માન કરવામાં આવ્યું

TANKARA:ટંકારા મહર્ષિ દયાનંદ વિવિધ વિદ્યાલય સંચાલન સમિતિના પ્રમુખ દ્વારા ધોરણ 12 માં પ્રથમ નંબર મેળવનાર પુરસ્કાર આપી સન્માન કરવામાં આવ્યું
હર્ષદરાય કંસારા ટંકારા : ટંકારામાં શ્રી મહર્ષિ દેયાનંદ સ્મારક ટ્રસ્ટ ટંકારા દ્વારા વર્ષો 1959 થી ચાલતી ટંકારાની પ્રખ્યાત શ્રી મહર્ષિ દયાનંદ વિવિધ લક્ષી વિદ્યાલયનું (ગ્રાન્ટેડ શાળાનું )પરિણામ ધોરણ 12 નું 100 ટકા તથા ધોરણ 10નું 71.76ટકા પરિણામ આવેલ છે. ધોરણ 12 માં પ્રથમ નંબરે કડિયા કામ કરતા કારીગરની દીકરી ચાવડા જીજ્ઞાસા રમેશભાઈ 97.56 PR સાથે પ્રથમ નંબરે ,બીજા નંબરે ભાગ્યા અંશ રાહુલભાઈ 93.53 PR સાથે , ત્રીજા નંબરે ગોસ્વામી રિદ્ધિ બેન નિલેશગીરી 92.82 PR સાથે આવેલ છે .
ધોરણ 10નું પરિણામ પણ ઝળહળતું આવેલ છે શાળાનું પરિણામ 71. 76 % આવેલ છે પ્રથમ ગોસ્વામી મીતગીરી 98.5 PR, બીજા નંબરે ઝાપડા જીગ્નેશ 98.17 PR , બાદી આરાજુબાનુ 96.37 PR સાથે ત્રીજા નંબરે આવેલ છે.ગોસ્વામી મીતગીરીએ ગણિતમાં 100 માંથી 100 તથા વિજ્ઞાનમાં 100 માંથી 99 માર્ક મેળવેલ છે. ટંકારા ચોકડીએ પાન ની કેબીન ધરાવતા પિતાના પુત્રે સખત મહેનતથી પ્રથમ નંબર મેળવેલ છે. બીજો નંબર આવેલ ઝાપડા જીગ્નેશ ભરવાડ સમાજ માંથી છે .ગણિતમાં 100 માંથી 97 તથા 100 માંથી 95 માર્ચ મેળવેલ છે.

આચાર્યશ્રી ભાવેશભાઈ કાસુન્દ્રા શિક્ષકો સ્ટાફ તથા ટ્રસ્ટીગણે વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન આપેલ છે.
શ્રી મહર્ષિ દયાનંદ વિવિધ વિદ્યાલય સંચાલન સમિતિના પ્રમુખ હસમુખભાઈ કંસારા દ્વારા બુદ્ધદેવ ભાઈ પોપટલાલ કંસારા પરિવાર વતી ધો રણ 12 માં પ્રથમ નંબર મેળવનાર ચાવડા જિજ્ઞાસાબેન ને .₹ 2500 નો પુરસ્કારતથા ધોરણ 10માં પ્રથમ નંબર મેળવનાર ગોસ્વામી મીતગીરીને ₹2500 નો પુરસ્કાર આપી પ્રોત્સાહીત કરી સન્માન કરેલ છે.








