GUJARATJUNAGADHJUNAGADH CITY / TALUKO

જૂનાગઢ જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓના જન્મદિવસ ઉજવાશે

અગ્રણીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ સહભાગી થશે
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જુનાગઢ
જૂનાગઢ : જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓનો ગરીમાપૂર્ણ રીતે જન્મદિવસ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ ઉત્સવમાં સ્થાનિક પદાધિકારીઓ, આગેવાનો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ સહભાગી થશે. સાથો સાથ સરકારી પ્રાથમિક શાળામાં મહત્તમ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે તે માટે કટિબદ્ધ બનવા શિક્ષકોને નિર્દેશ જારી કરવામાં આવ્યા છે.
જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંમરે શિક્ષણની સાથે સંસ્કારની ખેવના કરતા જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં ચાલતા શિક્ષણ કાર્યોની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.
જિલ્લામાં શિક્ષણનું સ્તર વધુ ઉંચુ લાવવા માટે જરૂરી પગલાં લેવાની સાથે શાળામાં રચનાત્મક પ્રવૃત્તિ હાથ ધરવા પણ જણાવવામાં આવ્યું છે.
જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંમરના નિર્દેશથી થયેલ પરિપત્ર મુજબ વાર્ષિક ઉત્સવ કે, શાળાના જન્મદિવસ ઉજવણીમાં સંબંધિત જિલ્લા-તાલુકા પંચાયતના સભ્યો, અગ્રણીઓ માજી સૈનિકો વગેરેને આમંત્રિત કરવાના રહેશે. ઉપરાંત એક વોટ્સએપ ગ્રુપ બનાવી જેમાં શાળામાં થતી પ્રવૃત્તિઓ જેવી કે પ્રાર્થના સભા, બાલસભા, મેદાની રમતો અન્ય કાર્યક્રમોના તસવીરો મૂકી સ્કૂલ મેનેજમેન્ટ કમિટીના સભ્યો અને વાલીઓને અવગત કરાવવાના રહેશે.
શાળાના શિક્ષકો પણ નિયમિત રહી વિદ્યાર્થીઓના શિક્ષણ સાથે સંસ્કાર સિંચન માટે પૂરતો ભાર આપે. તેની ખાતરી માટે જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના આકસ્મિક મુલાકાત લેશે. આમ, આ મુલાકાત દરમિયાન કોઈપણ પ્રકારની ક્ષતિઓ, અનિયમિતતાઓ, જણાયે જરૂરી શિક્ષાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે.

[wptube id="1252022"]
Back to top button