
વિજાપુર ખાતે તરભ વાળીનાથ ભવ્ય શિવ યાત્રા આવી પોહચતા શિવરથનું સ્વાગત કરાયુ


વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકામાં તરભ વાળીનાથ ના ભવ્ય શિવ મંદિર ના અનુસંધાન માં ૧૨ જ્યોતિર્લિંગ ની પૂજા કરી ને શિવલિંગ ની શિવયાત્રા ની સાથે વાળીનાથ મંદિર પરમ પૂજ્ય ગુરુ મહારાજ મહંત જયરામ ગિરિ બાપુ પધાર્યા હતા જેઓનું તાલુકા 76 પરગણા રબારી સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ આ શિવયાત્રા હાઇવે હોલીપેડ થી નીકળી સરદાર પ્રતિમા થઇને વિવિધ વિસ્તારોમાં ફરી હતી જેમાં રબારી દેસાઈ સમાજના લોકો ખુબજ મોટી સંખ્યામાં જોડાયા હતા તાલુકાના વિવિધ ગામો માંથી આવતા રબારી સમાજની જનમેદની ઉમટી પડી હતી જેમાં રબારી સમાજ 76 પરગણા તાલુકા માંથી રૂપિયા 65 લાખ 65000 ના દાન નો ધોધ વાહવ્યો હતો તેમજ શિવરથ ની સાથે આવેલ શિવલિંગ ની અર્ચના પૂજા કરવામાં આવી હતી જેમાં રબારી સમાજના નાના મોટા સૌ જોડાયા હતા





