
સુરત થી છોટાઉદેપુર જતી બસને રાજપીપળા નજીક અકસ્માત નડ્યો ૩૦ જેટલા મુસાફરોને ઇજા
રાજપીપળા : જુનેદ ખત્રી
રાજપીપળા નજીક કુવરપરા પાસે રસ્તે ઉભેલી ટ્રકમાં એસટી બસ અથડાતા બસમાં બેઠેલ ૩૦ જેટલા મુસાફરોને ઈજા થવા પામી છે રસ્તે ઉભેલ ટ્રક માં એસટી બસ ધડાકાભેર અથડાતા અફરાતફરી નો માહોલ સર્જાયો હતો
ઘટના ની જાણ થતાં રાજપીપળા પોલીસ સ્ટેશનના પીઆઇ આર જી ચૌધરી સહિતની ટીમ ઘટના સ્થળે પોહચી હતી ઈજાગ્રસ્તોને રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા સુરત થી છોટાઉદેપુર જઈ રહેલ એસટી બસ GJ 18 Z 6555 ની રસ્તે ઉભેલ ટ્રક MH 23 AU 6245 સાથે અથડાઈ હતી ત્યારે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી ઉપરાંત નાદોદ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રકાશભાઈ વસાવા પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓએ પણ ઈજા પામેલા મુસાફરોને બહાર કાઢ્યા હતા સાથે લગભગ પાંચ થી છ યુવાનો એ ઈજા પામેલા મુસાફરોને બસ માંથી કાઢવા માટે મદદ કરી હતી






