GODHARAPANCHMAHAL

ગોધરા શહેરના શહેરા ભાગોળ વિસ્તારમાંથી અલ્ટો ગાડીમાં ૯૪૦ ગૌમાંસ સાથે પકડી પાડતી ગોધરા શહેર બી ડિવીઝન પોલીસ

ગોધરા…
ગોધરા શહેરના શહેરા ભાગોળ વિસ્તારમાંથી અલ્ટો ગાડીમાં ગૌમાંસ ભરી લાવનાર આરોપીને કુલ ૯૪૦ ગૌમાંસ સાથે પકડી પાડતી ગોધરા શહેર બી ડિવીઝન પોલીસ

પંચમહાલ ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા સાહેબ તથા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી સાહેબ નાઓ તરફથી જીલ્લામાં ગૌવંશના કતલ તથા ગૌવંશની ગેરકાયદેસર હેરફેરની પ્રવૃતિ નેસ્તનાબુદ કરવાની સૂચના મળેલ હોઇ જે આધારે નાયબ પોલીસ અધિક્ષક પી.આર.રાઠોડ સાહેબ ગોધરા વિભાગ ગોધરા નાઓએ પશુઓ પર ક્રુરતા આચરનાર ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા ખાનગી બાતમીદારો રોકી હ્યુમન સોર્સીસનો વધુમાં વધુ ઉપયોગ કરી તેમજ સતત વોચ તપાસમાં રહી
આવી અસામાજીક પ્રવૃતિ બંધ કરવા સારૂ જરૂરી સુચન અને માર્ગદર્શન પુરૂ પાડેલ જે અન્વયે ગોધરા શહેર વિસ્તારમાં સ્થાનિક પોલીસનાઓ દ્વારા ગૌવંશના ગુન્હા બનતા અટકાવવા સારુ કરેલ કાર્યવાહીના અનુસંધાને ગૌવંશના કતલ કરી તેનુ માંસ કરતા આરોપીઓ ગોધરા શહેર વિસ્તાર છોડીને શહેરા તાલુકા વિસ્તારની ઝાડીઝાખરા વાળી જગ્યાઓમાં મોટાપાયે ગૌવંશનુ કતલ કરતા હોવાનુ માલુમ થયેલ છે જે આઘારે સદર ગૌવંશ ના કતલ અટકાવવા સારૂ પોલીસ ઇન્સ્પેકટર આર.કે.રાજપુત ગોધરા શહેર બી ડિવીઝન પોલીસ સ્ટેશન નાઓને ગૌવંશનુ કટીંગ કરી કતલ થયેલા ગૌમાંસનો જથ્થો લઇને એક ઇસમ શહેરા ખાતેથી અલ્ટો ગાડીમાં ગૌમાંસ વેચવા સારૂ ગોહ્યા મહોલ્લા ગોધરા ખાતે આવનાર છે જે બાતમી આધારે અમો શહેરા ભાગોળ વોચમા હતા અને ઉપરોકત વર્ણનવાળી સફેદ કલરની અલટો ગાડી જેનો રજી.નં.GJ-01-KB-2903 આવતા તેને ઉભો રાખવા ઈશારો કરતા ગાડી ઉભી રાખેલ નહી જેનો પીછો કરી ગોહય મહોલ્લા ચોકી નં-૪ નજીક રોકી ચેક કરતા તેમાથી ગાડી ચલાવનાર શેખ મુસ્તકીમ મુરતુઝા રહે.હુશેનીચોક શહેરા તા.શહેરા જી.પંચમહાલ તથા આગળની ડ્રાઇવરની બાજુની સીટ તથા પાછળની સીટ પર પ્લાસ્ટીકના કંતાનમા જોતા ગૌમાંસ તથા માથા,પગ તેમજ સીગંડા
સાથે કુલ ૯૪૦ કિલો ગૌમાંસના જથ્થા સાથે પકડાઇ ગયેલ હોય જે આરોપીને ગૌમાંસ કયાંથી લાવેલ છે અને કોની પાસેથી લાવેલ છે
તે બાબતે તેણે જણાવેલ કે “મે તથા નાદિર મંહમદ અન્સારી તથા સલમાન બિસ્મીલ્લાખાન પઠાણ તથા મજીદ મદિનખાન અન્સારી
તમામ રહે.વછેશર તળાવ શહેરા નાઓ ભેગા થઇ આજરોજ વહેલી સવારે વચેશર તળાવના કીનારે બાવળની ઝાડીઓમા બે બળદો કતલકરેલ જેને મારી પોતાની અલટો ગાડીમા ભરી ગોધરા ગોહયા મહોલ્લામા આપવાનુ હતુ અને મને લેવા માટે બસ સ્ટેશન નજીક ઇકબાલ મમદુ નાઓ મોટરસાયકલ લઇ આવેલ અને મારી ગાડીનુ પાયલોટીગ કરી તે મારી આગળ આગળ ચાલતા હતા અને ગોહયા મહોલ્લામા જઇ તેઓ મારી આ માસ(મટન) ભરેલી ગાડી લઇ જઇ ખાલી કરી પરત મને પોલીસ ચોકીનં-૪ આગળ આપી જતા હતા છેલ્લા બે મહીનાથી હું માસ(મટન) ભરેલી ગાડી લઇ ગોધરા આવી ઇકબાલ મમદુ નાઓને આપી જતો રહેતો હતો. હાલ પણ તે જગ્યાએ કતલ કરવા માટે બે પશુઓ બાંધેલ છે” જે હકીકત આધારે પાયલોટીંગ કરી ગૌમાંસ મંગાવનાર ઇસમ ઇકબાલ મમદુ ને પકડી પાડેલ અને શહેરા પોલીસ સ્ટેશનને સદર હકીકતની જાણ કરવામાં આવેલ અને ત્યારબાદ પકડાયેલ આરોપી તથા પાયલોટીંગ કરનાર આરોપી તથા અલ્ટો ગાડીમાંથી મળી આવેલ ગૌ માંસ તથા અલ્ટો ગાડી રજી.નં.GJ-01-KB-2903 ને પોલીસ સ્ટેશન લાવી અત્રેના ગોધરા શહેર બી ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં ૧૧૨૦૭૦૦૨૨૩૦૨૬૨/૨૦૨૩ ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનીયમ-૨૦૧૧ ના સુધારા-૨૦૧૭ ની કલમઃ ૬(બી), ૮(૨), ૮(૪) તથા ઇ.પી.કો. કલમ ૪૨૯ તથા જી.પી.એકટ કલમ ૧૧૯ મુજબનો ગુન્હો નોંધીપકડાયેલ આરોપીઓને ગુન્હાના કામે હસ્તગત કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપીઓ :-
(૧) શેખ મુસ્તકીમ મુરતુઝા રહે.હુશેનીચોક શહેરા તા.શહેરા જી.પંચમહાલ(અલ્ટો ગાડી રજી.નં.GJ-01-KB-2903 નો ચાલક)(૨) ઇકબાલ મમદુ રહે.ગોહ્યા મહોલ્લા ગોધરા (પાયલોટીંગ કરી ગૌમાંસનો જથ્થો મંગાવનાર)
નહિ પકડાયેલ આરોપી :-
(૩) નાદિર મંહમદ અન્સારી તથા (૪) સલમાન બિસ્મીલ્લાખાન પઠાણ તથા (૫) મજીદ મદિનખાન અન્સારી તમામ રહે.વછેશર તળાવ શહેરા નાઓએ ભેગા થઇ શહેરા વચેશર તળાવના કીનારે બાવળની ઝાડીઓમા બે બળદો કતલ કરી મટનો જથ્થો શેખ મુસ્તકીમ મુરતુઝા તેની અલટો ગાડીમા ભરી ગોધરા મોકલનાર

[wptube id="1252022"]
Back to top button