BHUJGUJARATKUTCH

૧૮-ડિસેમ્બર.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ : – રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

ભુજ કચ્છ :- ગુજરાત સરકારના શિક્ષણ તેમજ આરોગ્ય વિભાગ દ્વારા પ્રેરિત અને કચ્છ જિલ્લા શિક્ષણ વિભાગ તેમજ આરોગ્ય તંત્ર દ્વારા આયોજિત કચ્છ જિલ્લા શિક્ષક CPR તાલીમ મધ્યે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છના પદાધિકારીઓ તેમજ કર્તવ્યનિષ્ઠ કાર્યકર્તાઓને “એક કલાક રાષ્ટ્રને નામ” સંદેશ સાથે રાષ્ટ્ર સેવાના ભગીરથ કાર્યમાં સહભાગી થવાનો અવસર સાપડ્યો, જેમાં જિલ્લા કક્ષાએ અદાણી મેડિકલ કૉલેજ, ભુજ મધ્યે અપાયેલ CRP તાલીમમાં ABRSM સરકારી માધ્યમિક અધ્યક્ષ નયનભાઈ વાંઝા, માધ્યમિક ગ્રાન્ટેડ અધ્યક્ષ અલ્પેશભાઈ જાની, મહામંત્રી ધર્મેન્દ્રભાઇ પરમાર, જિલ્લા પ્રાથમિક મહામંત્રી રમેશભાઈ ગાગલ, પ્રચાર પ્રમુખ કિશનભાઇ પટેલ, વગેરેએ ઉપસ્થિત રહી સમાજ તેમજ રાષ્ટ્ર માટેના એક ઉમદા કાર્યમાં સહયોગ આપેલ હતો. એ જ રીતે કચ્છમાં અલગ-અલગ સ્થાનો પર થયેલ CPR તાલીમમાં મુંદરા તાલુકામાં પ્રાંત મંત્રી મૂરજીભાઇ ગઢવી તેમજ જિલ્લા માધ્યમિક ગ્રાન્ટેડ મંત્રી નિલેશભાઈ વાઘેલા, મહિલા મંત્રી ડૉ પૂજાબેન જોષી, અબડાસા તાલુકામાં પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ-કચ્છ અધ્યક્ષ રામસંગજી જાડેજા તેમજ તાલુકા પ્રાથમિક અધ્યક્ષ લખધીરસિંહ જાડેજા ઉપસ્થિત રહી શિક્ષકોને પ્રોત્સાહિત કરેલ હતા. ગાંધીધામ પ્રાથમિક તાલુકા અધ્યક્ષ ભરતભાઈ ધરજીયા, રાપર પ્રાથમિક તાલુકા અધ્યક્ષ નરેન્દ્રસિંહ જાડેજા, લખપત તાલુકા અધ્યક્ષ નાથાભાઇ ચૌધરી, અંજાર તાલુકા પ્રાથમિક અધ્યક્ષ મયુરભાઈ પટેલ, ભચાઉ તાલુકામાં કચ્છ જિલ્લા ગ્રાન્ટેડ માધ્યમિક ઉપાધ્યક્ષ રૂપેશભાઇ સોલંકી, તાલુકા પ્રાથમિક અધ્યક્ષ રવીન્દ્રભાઈ પટેલ તેમજ નખત્રાણા તાલુકામાં સરકારી માધ્યમિક પદાધિકારીઓ વિરેનસિંહ ધલ તેમજ શ્રીકાંતભાઇ ગઢવી સહિતના ઉપસ્થિત રહી, સમગ્ર અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છની ટીમે “એક કલાક રાષ્ટ્રને નામ”, સંદેશ સાથે રાષ્ટ્ર સેવાના ભગીરથ કાર્યમાં સાથ સહકાર આપેલ હતો.

[wptube id="1252022"]
Back to top button