BANASKANTHAGUJARATPALANPUR

આદર્શ વિદ્યાસંકુલ ડીસામાં ભૂતપૂર્વ પ્રધાનાચાર્યશ્રી કે.પી. રાજપૂત અને ભૂતપૂર્વ શિક્ષકશ્રી નટુભાઈ જોશીનો વિદાય સહ શુભેચ્છા સમારંભ યોજાયો

18 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

આદર્શ વિદ્યાસંકુલ ખાતે તારીખ 16 ઓક્ટોબર 23 ના રોજ આદર્શ વિદ્યાસંકુલ ડીસામાં ભૂતપૂર્વ પ્રધાનાચાર્યશ્રી કે.પી. રાજપૂત અને ભૂતપૂર્વ શિક્ષકશ્રી નટુભાઈ જોશીનો વિદાય સહ શુભેચ્છા સમારંભ યોજાયો.આદર્શ વિદ્યાસંકુલ ડીસાના પ્રધાનાચાર્યશ્રી કે.પી. રાજપૂત તારીખ 11 .8. 2023 ના રોજ શ્રી કે.ડી. આદર્શ હાઇસ્કૂલ દામા- રામપુરામાં પ્રધાનાચાર્ય તરીકે નિયુક્ત થયા તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગના હિન્દી શિક્ષકશ્રી નટુભાઈ જોશી 11. 8 .2023 ના રોજ શ્રી એલ.વી .નગરશેઠ હાઈસ્કૂલ સમૌ મોટામાં પ્રધાનાચાર્ય તરીકે નિયુક્ત થયા. આ બંને મિત્રોને શુભેચ્છા આપવા માટે આજરોજ તેમનો વિદાય સહ શુભેચ્છા સમારોહ યોજાયો. દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના બાદ આદર્શ વિદ્યાસંકુલના વર્તમાન પ્રધાનાચાર્ય શ્રી ચિરાગભાઈ પંચાલે બંને મિત્રોનું શાબ્દિક સ્વાગત કર્યું અને તેમની સાથેના પોતાના સંસ્મરણો તાજા કર્યા. ત્યારબાદ બંને ભૂતપૂર્વ સ્ટાફ મિત્રોને ધોરણ 9 થી 12 ના સમગ્ર સ્ટાફ વતી પુષ્પગુચ્છ, શાલ, શ્રીફળ, સાકર અને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા. વિદ્યાર્થીઓએ પણ ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપ મોમેન્ટો આપી પોતાના ગુરુજનોને સન્માનિત કર્યા.ત્યારબાદ માધ્યમિક વિભાગ માંથી અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ માંથી વિદ્યાર્થિનીઓએ પોતાના ગુરુજનો પ્રત્યેનો ભાવ શબ્દોથી વ્યક્ત કર્યો. માધ્યમિક વિભાગ માંથી શ્રી અશોકભાઈ ચાવડાએ બંને મિત્રો સાથેના સંસ્મરણો તાજા કર્યા. ઉચ્ચતર માધ્યમિક વિભાગમાંથી શ્રી મહેન્દ્રભાઈ ચૌધરીએ બંને મિત્રોની શૈક્ષણિક કારકિર્દી વિશેના પ્રસંગો રજૂ કર્યા.શ્રી કે. પી. રાજપૂત અને શ્રી નટુભાઈ જોશી બન્નેએ આદર્શ વિદ્યાસંકુલ ડીસામાં વિતાવેલા સમયને યાદ કરીને સંસ્મરણો વાગોળ્યા. કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ તરીકે પ્રાથમિક વિભાગના આચાર્યશ્રી પ્રવીણભાઈ પટેલ અને સુપરવાઇઝર શ્રી દિનેશભાઈ સુંદેશા ઉપસ્થિત રહ્યા. સંગીત શિક્ષકશ્રી કીર્તિભાઈ અનાવાડીયાએ વિદાય ગીત રજૂ કર્યું. કાર્યક્રમને અંતે શ્રી હરેશભાઈ પવાયાએ આભાર દર્શન કર્યું.કાર્યક્રમનું સંચાલન ઉચ્ચતર માધ્યમિકના શ્રી સુરેશભાઈ ચૌધરી અને શ્રીમતી રીનાબેન પુરોહિતે કર્યું.

[wptube id="1252022"]
Back to top button