ARAVALLI

કેમ નથી બનતા વર્ગખંડ..? મેઘરજ તાલુકાની નવાઘરા -મૂડશી ગામની પ્રા શાળામાં વિધાર્થીઓ ઝાડ નીચે બેસીને અભ્યાસ કરવા મજબુર 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

કેમ નથી બનતા વર્ગખંડ..? મેઘરજ તાલુકાની નવાઘરા -મૂડશી ગામની પ્રા શાળામાં વિધાર્થીઓ ઝાડ નીચે બેસીને અભ્યાસ કરવા મજબુર

નવીન શિક્ષણ નીતિ સામે આજે પણ પડકારો અકબન્ધ એક બાજુ સરકાર નવીન શિક્ષણ નીતિની વાત કરે છે અને એક બાજુ વર્ગખંડો નથી તો પછી કઈ રીતે ભણશે ગુજરાત

 

રાજ્ય સરકાર ના શિક્ષણ વિભાગ દ્વારા સૌ ભણે સૌ આગળ વધે નું સૂત્ર આપવામાં આવ્યું છે ત્યારે ગ્રામ્ય વિસ્તારો માં સારું શિક્ષણ મેળવવા સરકાર દ્વારા અદ્યતન આધુનિક સુવિધા વાળી કોમ્પ્યુટર લેબ સહિત ના ઓરડાઓ માટે કરોડો વપરાય છે પરંતુ ગ્રામ્ય વિસ્તારો માં હજુ પણ કેટલીક પ્રા શાળાઓ એવી છે કે જ્યાં વિદ્યાર્થીઓ ને અભ્યાસ કરવા માટે ખુલ્લા માં બેસી ઝાડ નીચે બેસવું પડે છે

મેઘરજ તાલુકાની નવાઘરા -મૂડશી ગામ ની પ્રા શાળામાં આજે પણ વિધાર્થીઓ ઝાડ નીચે બેસીને અભ્યાસ કરવા મજબુર બન્યા

વાત છે નવાઘરા -મૂડશી ગામ ની પ્રા શાળા ની આ પ્રા શાળા માં ધોરણ 1 થી 8 સુધી અભ્યાસક્રમ ચાલે છે 6 શિક્ષકો બાળકો ને ભણાવવા માટે દરરોજ આવે છે શાળા શરૂ થયે લગભગ 15 વર્ષ ઉપર નો સમય થયો છે એટલે સ્વાભાવિક છે કે શાળા નું મકાન જીર્ણ થાય તો બે ઓરડા જર્જરિત અવસ્થા માં છે જેથી 250 કરતા વધુ વિદ્યાર્થીઓ ને અભ્યાસ માટે ચાર માંથી બે ઓરડા ધરાશઇ થયા જેથી ફક્ત બે જ ઓરડા બચે છે આટલી મોટી સંખ્યા બે ઓરડા માં બેસાડવી શક્ય નથી હાલ શાળા ના બાળકો ને બીજે બેસાડવા માટે કોઈ વિકલ્પ નથી જેથી શિક્ષકો દ્વારા મજબૂરી વશ વિદ્યાર્થીઓ ને દરેક ધોરણ મુજબ અલગ અલગ ટુકડી પાડી ને ખુલ્લા માં ઝાડ નીચે બેસાડવા પડે છે ત્યારે એક તરફ ઉચ્ચ શિક્ષણ , સુવિધા સભર ની તંત્ર વાતો કરી રહ્યું છે ત્યારે આ તરફ દયનિય સ્થિતિ માં વીદ્યાર્થીઓ અભ્યાસ કરવા મજબૂર બન્યા છે ત્યારે શું આ રીતે ભણશે ગુજરાત ત્યારે ગ્રામજનો ની શાળા ના પાકા ઓરડા બને એવી માગ છે.

[wptube id="1252022"]
Back to top button