
વિજાપુર વિધાનસભા 26 બેઠક ની પેટા ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ સહીત 6અપક્ષો સાથે 8 નામાંકન પત્રો ભરાયા
ડમી ઉમેદવારો ના નામાંકન પત્રો પરત ખેંચાયા

વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર વિધાનસભા 26 બેઠક માટે ભાજપ કોંગ્રેસ સહિત બે તેમજ 6 જેટલા લોકોએ અપક્ષ તરીકે પોતાની ઉમેદવાર તરીકે નામાંકન પત્ર ભર્યું હતુ. જ્યારે પક્ષો સાથે ડમી નામાંકન પત્ર પરત ખેંચવામાં આવ્યા છે. જે અંતર્ગત મામલતદાર જે.એસ.પટેલ ચૂંટણી નિરીક્ષક દ્વારા ભરાયેલ નામાંકનપત્ર ની ચકાસણી કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. જોકે હજુસુધી કોઈ પણ નામાંકન પત્ર રદ થયું હોય કે પાછુ ખેંચાયું નથી. આ અંગે સૂત્રો પાસેથી મળતી માહીતી મુજબ ભાજપના અને કોંગ્રેસના બંને ઉમેદવારો ના નામાંકન પત્ર મંજુર કરવામાં આવ્યું છે. જ્યારે પક્ષ તરફથી ભરવા માં આવેલ બે ડમી ઉમેદવારો ના ફોર્મ પાછા ખેંચવામાં આવ્યા હતા કોઈ પણ નામાંકન પત્ર ના મંજુર કરવામાં આવ્યું નથી જેને લઇને આઠ ઉમેદવારો હાલમાં મેદાનમાં છે.જોકે હજુસુધી કોઈ માટે વાંધા અરજી પણ આવી નથી. ઉમેદવારો ના ઉમેદવારી પત્ર ખેંચવા માટે ની તારીખ 22 એપ્રિલ 2024 સોમવાર સુધી આખર તારીખ છે.જોકે ચોખ્ખું ચિત્ર સોમવાર પછી કેટલા ઉમેદવારો મેદાનમાં રહેશે તે ચોખ્ખુ જાણવા મળશે હાલમાં 8 ઉમેદવારોના નામાંકન પત્ર મંજુર થયેલ છે.





