GUJARATJETPURRAJKOT

Rajkot: રાજકોટ જિલ્લામાં વોટર હેલ્પલાઈન ઉપર આવેલી ૬૩ ફરિયાદોનું સમયસર નિવારણ

તા.૭/૪/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

સી-વિજિલ ઉપર ૪૨ ફરિયાદો, એમ.સી.સી. ટોલ ફ્રી પર ૧૪ ફરિયાદો, જિલ્લા સંપર્ક કેન્દ્ર-૧૯૫૦ ટોલ ફ્રી પર સાત ફરિયાદો મળી

Rajkot: રાજકોટ જિલ્લામાં મુક્ત અને ન્યાયી, પારદર્શી વાતાવરણમાં ચૂંટણી યોજવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રભવ જોશીના નેતૃત્વમાં વિવિધ કામગીરીઓ ચાલી રહી છે. જેમાં આદર્શ આચારને લગતી ફરિયાદોના નિવારણ માટે તંત્ર ત્રિવિધ રીતે કામગીરી કરી રહ્યું છે. રાજકોટ જિલ્લામાં ૧૬મી માર્ચથી લઈને અત્યાર સુધીમાં આચારસંહિતાના ભંગને લગતી ૬૩ ફરિયાદો આવી છે, જેનો સમયસર નિકાલ કરી નાખવામાં આવ્યો છે.

રાજકોટ જિલ્લામાં એમ.સી.સી. ફરિયાદ નિવારણ ટોલ ફ્રી નંબર પર ૬૯-રાજકોટ પશ્ચિમમાંથી ૦૩, ૭૦-રાજકોટ દક્ષિણમાંથી ૦૫, ૭૧-રાજકોટ ગ્રામ્યમાંથી ૦૨, ૭૨-જસદણમાંથી ૦૨, ૭૫-ધોરાજીમાં ૦૧ તથા અન્ય એક મળીને ૧૪ ફરિયાદો મળી હતી. જેનો ગણતરીની મિનિટોમાં નિકાલ કરી દેવાયો હતો.

જ્યારે જિલ્લા સંપર્ક કેન્દ્ર-૧૯૫૦ હેલ્પલાઈન પર ૬૮-રાજકોટ પૂર્વમાંથી ૦૨, ૭૧-રાજકોટ ગ્રામ્યમાંથી ૦૩, ૭૪-જેતપુરમાંથી ૦૨, મળીને સાત ફરિયાદો મળી હતી. જેનો સકારાત્મક નિકાલ કરી દેવામાં આવ્યો હતો.

આ ઉપરાંત સી-વિજિલ પર સૌથી વધુ ફરિયાદો મળી છે. જેમાં ૬૮-રાજકોટ પૂર્વમાંથી ૦૩, ૬૯-રાજકોટ પશ્ચિમમાંથી ૧૧, ૭૦-રાજકોટ દક્ષિણમાંથી ૦૩, ૭૧-રાજકોટ ગ્રામ્યમાંથી ૧૧, ૭૨-જસદણમાંથી ૦૧, ૭૩-ગોંડલમાંથી ૧૧, ૭૪-જેતપુરમાંથી ૦૨ મળીને ૪૨ ફરિયાદો મળી હતી. જેનો ગણતરીની મિનિટોમાં નિકાલ કરવામાં આવ્યો છે.

આમ આ ત્રણેય પ્લેટફોર્મ પર ૧૬ માર્ચથી અત્યાર સુધીમાં કુલ ૬૩ ફરિયાદો મળી હતી. જેમાં સૌથી વધુ ફરિયાદો સી-વિજિલ પર મળી છે. આ તમામ ફરિયાદોનું નિવારણ કરી નાંખવામાં આવ્યું છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button