IDARSABARKANTHA

ઈડર જનરલ સિવિલ હોસ્પિટલ ખાતે મહિલાએ એકસાથે ત્રણ બાળકોને જન્મ આપ્યો

સાબરકાંઠા…

ઈડર જનરલ સિવિલ હોસ્પિટલ ખાતે મહિલાએ એકસાથે ત્રણ બાળકોને જન્મ આપ્યો હતો.. ડોભાડાની ગર્ભવતી મહિલા ડિલિવરી અર્થે ઈડર સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી જ્યાં હાજર તબીબે મહિલાની સફળ ડિલિવરી કરતા મહિલાએ બે બાળકી તેમજ એક બાળકને જન્મ આપ્યો હતો.. મહિલાએ ત્રણે બાળકોને જન્મ આપ્યા બાદ ડોકટરે બાળકો તદુરસ્થ હોવાનું જણાવ્યું હતું.. ત્યારે સિવિલ હોસ્પિટલમાં એકસાથે ત્રણ બાળકોને જન્મ આપનાર પ્રથમ કેશ સામે આવતા સિવિલ હોસ્પિટલમાં ખુશી જોવા મળી હતી…

સાબરકાંઠા જિલ્લાની ઈડર ખાતેની જનરલ સિવિલ હોસ્પિટલ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ બનાવાઈ છે.. જ્યારે ગરીબ તેમજ મધ્યમ વર્ગના પરિવારોને વિનામૂલ્યે સારવાર મળે રહે તે હેતુથી ગુજરાત સરકાર જનરલ સિવિલ હોસ્પિટલને સુવિધા ઓથી સજ્જ બનાવવા સતત પ્રયત્નશીલ રહેતી હોય છે.. ત્યારે ઈડર તાલુકાની ઈડર જનરલ સિવિલ હોસ્પિટલમાં દીવસ રાત સારવાર અર્થે આવતા દર્દી ઓને કોઈપણ પ્રકારની અવગણતા ન થાય તેણે લઇ સિવિલ હોસ્પિટલ સ્ટાફ સતત કાર્યરત રહેતો હોય છે.. અત્રે ઉલ્લેખનીય છેકે ઈડર જનરલ સિવિલ હોસ્પિટલ ખાતે વડાલી તાલુકાના ડોભાડા ગામની મહીલાને પ્રસુતી અર્થે લવાઈ હતી.. જ્યાં હોસ્પિટલ ખાતે હાજર મહીલા તબીબે મહિલાને સફળ પ્રસુતી કરાવી હતી જ્યારે મહિલાએ ત્રણ બાળકોને જન્મ આપતા સમગ્ર સિવિલ હોસ્પિટલમાં ખુશી જોવા મળી હતી.. વર્ષોમાં પ્રથમ વાર મહિલાએ એકસાથે ત્રણ બાળકોને જન્મ આપતા સમાચાર સામે આવ્યા હતા ત્યારે મહિલાએ બે પુત્રી અને એક પુત્ર ને જન્મ આપનાર માતા તેમજ બાળકો સ્વસ્થ હોવાનું જણાવ્યું હતું.. અત્રે ઉલ્લેખનીય છેકે જ્યારે પણ કોઈપણ સ્ત્રીને પ્રસુતી અર્થે પરિવાર સરકારી હોસ્પીટલ કરતા પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડવાનું વઘુ પસંદ કરતો હોય છે જૉકે પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર બાદ દર્દીને ફી ચૂકવણી દરમિયાન ભારે હાલાકી માંથી પ્રસાર થવું પડતું હોય છે.. ત્યારે વડાલી તાલુકાના ડોભાડા ગામનાં પરિવારે સરકારી હોસ્પીટલમાં સારવાર લઈ સફળ ડિલિવરી થતાં પરિવાર પણ ખુશ ખુશાલ જોવા મળ્યો હતો.. તેમજ અન્ય લોકોને પણ સરકારી હોસ્પિટલની સારવાર લેવા આહવાન કરવામાં આવ્યું હતું…

રિપોર્ટર:- જયંતિ પરમાર સાબરકાંઠા

[wptube id="1252022"]
Back to top button