
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજ : રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત ઇસરી હાઈસ્કૂલ ખાતે જન જાગૃતિ કાર્યક્રમ યોજાયો
જિલ્લામાં માર્ગ અકસ્માતોમાં ઘટાડો કરી શકાય તે માટે જિલ્લા ની વિવિધ શાળાઓમાં અભ્યાસ કરતા વિધાર્થીઓમાં માર્ગ સલામતીનાં નિયમો ની જન જાગૃતિ ફેલાય તે હેતુથી કાર્યક્રમ નું આયોજન કરવામાં આવી રહ્યું છે તે અંતર્ગત અરવલ્લી જિલ્લામાં મેઘરજ તાલુકાની શ્રી પ્રકાશ કેળવણી મંડળ સંચાલિત શ્રી એન યુ બિહોલા પી વી એમ હાઈસ્કૂલ ઇસરી ખાતે પણ રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત જન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ઇસરી હાઈસ્કૂલ ખાતે મોડાસા RTO વિભાગમાંથી ઓઝા સાહેબ તેમજ સોલંકી સાહેબ ની ઉપસ્થિતીમાં આ કાર્યક્રમ ઇસરી હાઈસ્કૂલ ખાતે યોજાયો હતો જેમાં ઓઝા સાહેબ દ્વારા વિધાર્થીઓ ને વાહન ચાલક અંગે તેમજ નિયમો અને ટ્રાફિક ને લગતી વિસ્તૃત માહિતી આપી સમજ આપી હતી વધુમાં PPT અંતર્ગત વિદ્યાર્થીઓ ને વાહન ચલાવવાના નિયમો અને અકસ્માતો કઈ રીતે ટાળી શકાય તેની સમજ આપી હતી આમ સડક સુરક્ષા જીવન રક્ષા સાથે વિધાર્થીઓ ને વિસ્તૃત માહિતી આપી હતી અને અંતે શાળા પરિવાર દ્વારા આ કાર્યક્રમ અંતર્ગત દરેકનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો