KUTCHMANDAVIUncategorized

મુન્દ્રાની બી. એડ. કોલેજમાં પર્યાવરણીય શિક્ષણના ભાગરૂપે વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ.

વાત્સલ્યમ્ સમાચર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.

નવી પેઢીને પ્રકૃતિ તરફ વાળવા ભાવિશિક્ષકોએ ભાગ ભજવવો પડશે.

મુન્દ્રા, તા.07 : માનવ અને પર્યાવરણ એકબીજા સાથે અભિન્ન રીતે સંકળાયેલા છે. પર્યાવરણ સાથે માનવનો નાતો તેના જન્મથી મૃત્યુ સુધીનો છે. આજના વ્યસ્તતાભર્યા જીવનમાં લોકો પ્રકૃતિને જાણવા – માણવાનું ચુકતા જાય છે ત્યારે અભ્યાસક્રમના ભાગ રૂપે એસ. ડી. શેઠિયા બી. એડ. કોલેજમાં પર્યાવરણ શિક્ષણ અંતર્ગત “મને ઓળખો”ની પ્રવૃત્તિ કરવામાં આવી હતી.જેમાં સ્થાનિક વિવિધ પર્ણો, પુષ્પો તેમજ શાકભાજીઓ, ફળો અને કઠોળને ઓળખવાનું હતું. તાલીમાર્થીઓના અલગ અલગ જૂથો પાડી તેમની જ્ઞાનેન્દ્રિયને ચકાસવાના ઉદેશ સાથે વિવિધ વૃક્ષોના ફૂલો અને પર્ણો તિતિક્ષા ઠક્કર અને રામ ગઢવી દ્વારા, કઠોળ પ્રીતિ વેલાણી અને ભવ્યતા ઝાલા દ્વારા તેમજ શાકભાજી અને ફળો શ્વેતા ઉદેશી અને કેવલ રાઠોડ દ્વારા પરીક્ષણ કરવામાં આવ્યું હતું.હાલના સમયમાં લોકો સ્પર્શેન્દ્રિયનો ઉપયોગ મોબાઈલના ટચ સ્કીનમાં, શ્રવણેન્દ્રિયનો ઉપયોગ હેડફોનમાં, સ્વાદેન્દ્રિયનો ફાસ્ટફૂડ ખાવામાં અને ઘ્રાણેન્દ્રિય પરફ્યુમની સુગંધ ઓળખવા માટે કરે છે ત્યારે નવી પેઢીને પ્રકૃતિ તરફ વાળવા માટે ભાવિશિક્ષકોએ ભાગ ભજવવો પડશે એવા ઉમદા આશય સાથે કોલેજના આચાર્ય ડો. લાલજીભાઈ ફફલના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કોલેજના અધ્યાપક કમળાબેન કામોલ, ડો. કૈલાશભાઈ નાંઢા, ડો. દિપકભાઈ પંડ્યા, ડો દિનેશભાઈ પટેલ, મોનાલીબેન પરમાર તથા એમ. એડ.ના તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન હુસેન કુંભાર અને રિજવાન મેમણે કર્યું હતું. સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા ડો. હિતેશભાઈ કગથરાએ સંભાળી હતી.

[wptube id="1252022"]
Back to top button