
તા.૩/૧/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot: રાજકોટની પુરાતત્વ વિભાગની કચેરી દ્વારા ભારત સરકારના સ્વચ્છતા અભિયાન અન્વયે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયુ હતું. આ કચેરીના વર્ષો જૂના રેકર્ડ તથા વધારાની બિન ઉપયોગી સામગ્રીનો નાશ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ તકે પુરાતત્વ અધિકારીશ્રી સિધ્ધા શાહ, વોટસન મ્યુઝિયમ કયુરેટર અને ઇન્ચાર્જ પુરાતત્વ અધિકારીશ્રી સંગીતા રામાનુજ, સિનિયર કેમિસ્ટશ્રી યગ્નેશ દવે, એન્જિનિયર હાર્દિક જોષી અને વિરાંગભાઇ પરમાર, સહાયક માહિતી નિયામક પારૂલ આડેસરા, તેમજ કચેરીના સ્ટાફની ઉપસ્થિતીમાં રેકોર્ડ નાશની કાર્યવાહી કરવામાં આવી હતી.
[wptube id="1252022"]