
18-ફેબ્રુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
રમેશ મહેશ્વરી – કચ્છ
રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત 121 બાળકોની આંખની તપાસ કરવામાં આવી હતી.
મુન્દ્રા કચ્છ :- ગુજરાતની ઉજ્જવળ આવતીકાલ સમાન બાળક તંદુરસ્ત અને સ્વસ્થ રહે તેની ગંભીર બિમારીઓનું નિદાન અને ઇલાજ રાજ્ય સરકારના શ્રેષ્ઠ તબીબો દ્વારા કરવામાં આવે તે માટેનો સેવાયજ્ઞ શાળા આરોગ્ય કાર્યક્રમ સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે. જે અંતર્ગત મુન્દ્રાની આર. ડી. પ્રાથમિક શાળાના આચાર્ય વાલજીભાઈ મહેશ્વરીની ઉપસ્થિતમાં શાળાના 43 બાળકોને વિનામૂલ્યે ચશ્મા વિતરણ કરવામાં આવી હતી. આ અગાઉ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત જરૂરતમંદ 121 બાળકોની આંખની તપાસ તજજ્ઞ ડોકટર દ્વારા કરવામાં આવી હતી.આ તકે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના મેડિકલ ઓફિસર ડો. સુહાનાબેન મિસ્ત્રી, આકાંક્ષાબેન મહેશ્વરી, ડિમ્પલબેન ફફલ, મેઘજીભાઈ સોધમ તથા પ્રકાશભાઈ ઠકકર હાજર રહ્યા હતા.