GUJARATJETPURRAJKOT

Rajkot: દિવ્યાંગ આઈકોન શૈલેષભાઈ પંડ્યાએ કરી મતદાનની અપીલ

તા.૨/૧/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

‘‘હું તો મતદાન કરીશ જ આપ પણ મતદાન અવશ્ય કરો’’

Rajkot: આગામી લોકસભા ચૂંટણી-૨૦૨૪મા રાજકોટ જિલ્લામાં વધુને વધુ મતદારો મતદાન તરફ પ્રોત્સાહિત થાય અને પોતાના પવિત્ર મતદાનની ફરજ અદા કરે તે માટે સ્વીપ દ્વારા વિવિધ નવતર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, ત્યારે રાજકોટ જિલ્લાના લોકસભા ચૂંટણી-૨૦૨૪ના દિવ્યાંગ આઇકોન શ્રી શૈલેષભાઈ પંડ્યાએ લોકોને મતદાનની અપીલ કરતા કહ્યું હતું કે, સમાજના અવિભાજ્ય અંગ તરીકે અમે દિવ્યાંગો પણ આગામી લોકસભા માટે તૈયાર છીએ. દિવ્યાંગ મતદારો પણ આ ચૂંટણીમાં જુસ્સાભેર મતદાન કરવા માટે મથક પર પહોંચશે.

ચૂંટણી પંચ દ્વારા દિવ્યાંગો માટે મતદાન મથક પર વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.જેમાં મતદાન મથક પર વ્હીલ ચેર સાથે જ દિવ્યાંગ મતદારોને પોતાના બુથના રૂટ વિશે વધુ માહિતી મળી રહે તે માટે ચૂંટણીપંચ દ્વારા સક્ષમ એપના માધ્યમથી જાણકારી પણ આપવામાં આવી રહી છે ત્યારે ચૂંટણી પંચ દ્વારા મળતી આ સેવાઓનો લાભ લઈ દિવ્યાંગ મતદારો તો મતદાન કરશે જ, સાથે જ જિલ્લાના અન્ય નાગરિકો પણ મતદાન કરવા બુથ પર આવે તેમ અનુરોધ કર્યો હતો. દિવ્યાંગ આઈકોન શૈલેષભાઈ પંડ્યા પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી પણ વિશેષ પોસ્ટ થકી મતદાન જાગૃતિના પ્રયાસો કરી રહ્યા છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button