Rajkot: કોટડાસાંગાણી ખાતે સવૅ પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું

તા.૯/૪/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: સોરઠીયા -જેતાણી પરિવાર દ્વારા કોટડાસાંગાણી ખાતે સવૅ પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નુ કુળદેવી ખોડિયાર માતાજી ના મંદિર ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
તારીખ ૯-૪-૨૦૨૪ મંગળવાર થી તારીખ ૧૫-૦૪-૨૦૨૪ સુધી દરરોજ સવાર ના ૯-૦૦ થી ૧૨-૦૦ અને બપોરના ૩-૦૦ થી ૫-૦૦ કલાક સુધી કથા શ્રવણ પુજ્ય વ્યાસપીઠ વક્તા શ્રી પુજ્ય પુરાણાચાયૅ શાસ્ત્રી શ્રી રવીન્દ્રભાઇ જોષી દ્વારા કરાવવામાં આવશે.

દરરોજ રાત્રે નામાંકિત કલાકારો દ્વારા ભજન, સંતવાણી, લોકડાયરો,રાસ-ગરબા વિગેરે નુ આયોજન કરવામાં આવેલ છે.
સોરઠીયા -જેતાણી પરિવાર ના કુળદેવી શ્રી ખોડિયાર માતાજી તથા સુરાપુરા દાદા ની કૃપા થી કોટડાસાંગાણી સરદાર પટેલ પાટી પ્લોટ પાસે ખોડીયાર માતાજી મંદિર ખાતે સવૅ પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.આ સપ્તાહ દરમિયાન પાવન ઊત્સવ, પ્રસંગ ઝાંખી, શોભાયાત્રા, મહાત્મય કથા, શ્રીરામ પ્રાગટય, શ્રીકૃષ્ણ વિવાહ, સુદામા ચરિત્ર વિગેરે ધાર્મિક કાયૅકર્મોનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કથા યજ્ઞમાં કોટડાસાંગાણી ની આસ પાસ ની પવિત્ર ધાર્મિક જગ્યાઓના સંતો મહંતો પણ હાજરી આપી આશીર્વાદ આપશે.
કથાશ્રવણ માટે પધારેલા તમામ શ્રોતાઓ માટે બપોરે તથા સાંજના એમ બે ટાઈમ દરરોજ પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવેલ છે.
તારીખ ૧૩-૦૪-૨૦૨૪ ના અલ્પાબેન પટેલ તથા ભીખાભાઈ બુશા દ્વારા ભવ્ય લોકડાયરો નુ પણ આયોજન કરવામાં આવ્યું છે.
આ ધાર્મિક શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ ને સફળ બનાવવા સોરઠીયા – જેતાણી પરિવાર ના સવૅ વડીલો ના માગૅદશૅન હેઠળ પરિવારના યુવાન ભાઈ બહેનો સતત જહેમત ઉઠાવી મહેનત કરી રહ્યા છે.








