
તા.૩/૧૧/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના તરઘડી ગામ ખાતેના કેન્દ્ર સરકાર સંચાલિત જવાહર નવોદય વિદ્યાલયમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-‘૨૫માં ધો. ૯ અને ૧૧ના

લેટરલ એન્ટ્રીની ખાલી પડેલ જગ્યાઓ ભરવા સંદર્ભે પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ૩૧.૧૦.૨૩ હતી જે વધારીને ૭.૧૧.૨૩ સુધીની કરવામાં આવેલ છે. ઉમેદવારો www.navodaya.gov.in તથા https://navodaya.gov.in/nvs/nvs- school/RAJKOT/en/home વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરી શકશે. ધોરણ નવ ની પ્રવેશ પરીક્ષા માટે ઉમેદવારે જે જિલ્લામાં જવાહર નવોદય વિદ્યાલય કાર્યરત છે તે જિલ્લાની સરકારી સરકાર માન્ય શાળામાં ધોરણ આઠમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૩- ૨૪માં અભ્યાસ કર્યો હોવો જોઈએ. અરજી કરવા ઈચ્છુક ઉમેદવારને જન્મ તારીખ ૧.૫.૨૦૦૯ થી ૩૧.૦૭.૨૦૧૧ સુધીની હોવી જોઈએ (બંને દિવસો સામેલ છે) આ નિયમ તમામ કેટેગરીના ઉમેદવારોને લાગુ પડશે તેમજ ધોરણ 11 ની પ્રવેશ પરીક્ષા માટે ઉમેદવારે જે જિલ્લામાં જવાહર નવોદય વિદ્યાલય કાર્યરત છે તે જિલ્લાની સરકારી સરકાર માન્ય શાળામાં ધોરણ ૧૦માં શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૦૨૪ માં અભ્યાસ કર્યો હોવો જોઈએ. અરજી કરવા એ જ ઉમેદવારની જન્મ તારીખ ૧.૬.૨૦૦૭ થી ૩૧.૦૭.૨૦૦૯ હોવી જોઈએ (બંને દિવસો સામેલ છે) પ્રવેશ પરીક્ષા ૧૦.૦૨.૨૦૨૪ ના રોજ લેવામાં આવશે.








