
આસીફ શેખ લુણાવાડા
મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતે સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત ઘાર્મિક સ્થળોની સાફ સફાઈ કરવામાં આવી

રાજ્યવ્યાપી “સ્વચ્છતા” અભિયાન અંતર્ગત રાજયના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં સ્વચ્છતા ઝુંબેશને વધુ અસરકારક બનાવવા દૈનિક ધોરણે ખાસ “સ્વચ્છતા’ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. જિલ્લામાં બે મહિના દરમિયાન સાફ-સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે ઉપરાંત ૮ સપ્તાહ દરમિયાન દર રવિવારે થીમ આધારિત વિશેષ સ્વચ્છતા ઝુંબેશ પણ હાથ ધરવામાં આવશે. સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા હી સેવા ઝુંબેશ વેગવંતી બની છે.
રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા હી સેવા અભિયાનના હેઠળ સ્વચ્છ ગુજરાત ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.જેના ભાગરૂપે મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતે સ્વચ્છતા અભિયાનને વધુ અસરકારક બનાવવા માટે ઘાર્મિક સ્થળોની સાફ સફાઈ કરવામાં આવી.
સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત બાલાસિનોર નગરપાલિકા ધ્વારા શહેર નાં ધાર્મિક સ્થળો ની સફાઈ કરવામાં આવી. જેમાં નગરના NGO ,નગરના આગેવાનો, સખી મંડળની બહેનો, ન.પા.નાં કર્મચારીઓ જોડાયા હતા.








