GUJARATJETPURRAJKOT

Rajkot: રાજકોટના ટીબીના દર્દીઓને દાતા દ્વારા પ્રોટીન અને એનર્જી પાઉડરનું વિતરણ

તા.૧૮/૧૨/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: ટીબીના દર્દીઓને રોગનો સામનો કરવા માટે પ્રોટિન યુકત આહારની ખૂબ જ જરૂરિયાત રહેતી હોય છે.પ્રધાનમંત્રીશ્રીના ટીબી મુક્ત ભારત અભિયાનને સાકાર કરવાના હેતુથી ટીબીના જરૂરિયાતમંદ દર્દીઓને દર મહિને દાતાશ્રીઓ દ્વારા પોષણ કીટ અને પ્રોટીન પાઉડર આપવામાં આવે છે.

આ માટે કાજલબેન રાયચુરાના માગૅદશૅન હેઠળ તાજેતરમાં રાજકોટના ટીબીના સો(૧૦૦) જરૂરિયાતમંદ દર્દીઓ માટે હયુમન ઓફ રાજકોટ ગ્રુપ દ્વારા પ્રોટીન પાઉડર અને એનર્જી પાઉડરનું વિતરણ થયુ હતું. તેમ જિલ્લા ક્ષય નિવારણ કેન્દ્રની યાદીમાં જણાવાયુ છે.

[wptube id="1252022"]
Back to top button