
આજરોજ કેશોદ ની બંને બ્રાંચ ખાતે વિ.એસ પબ્લિક સ્કુલ ખાતે આરોગ્ય રક્ષા પરિવાર દ્વારા ૦ થી ૧૬ વર્ષના બાળકો માટે વિનામુલ્યે સુવર્ણ પ્રાશનના ટીપા પિવડાવવામાં આવ્યા હતા આ ટીપા થી આપણી સંસ્કૃતિ મુજબ બાળકના જન્મ બાદ જુદા-જુદા ગોળ પ્રકારના સંસ્કારો આપવામાં આવતા જેમાનો સુવર્ણ પ્રથાન સંસ્કાર વિધિ છે. જે બાળકની બુધ્ધિ, અગ્નિ, બળ તથા આયુષ્ય વૃધ્ધિ કરે છે. વર્ણને સુંદર બનાવે છે. રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. સ્મરણ શક્તિને બહુ સતેજ બનાવે છે. કાશ્યપ સંહિતાના શ્લોક નં. ૨૨, ૨૩, ૨૪ માં કરવામાં આવેલ શાસ્ત્રોક્ત ઉલ્લેખ મુજબ સુવર્ણ ભસ્મ, સુવર્ણ વસંત માલતી રસ, સ્મૃતિ સગાર રસ, કુમાર કલ્યાણ રસ, ગાયના ઘી તથા મધ સાથે ભેળવીને બાળકને ચટાડવાની વિધી એટલે સુવર્ણ પ્રાશન સંસ્કાર વિધિ, આ વિધિ થી બાળકના શરીરમાં જે જીનેટીકલ ડિસ ઓર્ડર થતા હોય તેને અટકાવે છે. બાળકને શરદી-ઉધરસ જેવા એલર્જીક રોગમાંથી છુટકારો મળે છે. પુષ્ય નકામાં વિધિ કરવાથી સ્વયં સિધ્ધ-ગુણવૃધ્ધિ થાય છે. સુવર્ણ પ્રાશન સંસ્કાર વિધિ બાળકોને અનેક બિમારીથી બચાવે છે…..
રિપોર્ટ : અનિરૂધ્ધસિંહ બાબરીયા – કેશોદ









