તા.૨/૧૨/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
રાજકોટ સિવિલ ખાતે ૦૩ ડિસેમ્બરનાં રોજ પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષકોને તબીબી તજજ્ઞો દ્વારા સી.પી.આર.ની તાલીમ
Rajkot: હાલ નાની ઉમરે હૃદય રોગના હુમલાઓની વધતી સંખ્યાને ધ્યાને લઈ રાજ્ય સરકાર ચિંતીત છે. વિદ્યાર્થીઓને આવા કિસ્સામાં ઇમર્જન્સીમાં મેડિકલ સહાય મળે તે પૂર્વે મદદરૂપ બની તેઓનું અમૂલ્ય જીવન બચાવી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા શિક્ષકોને પણ સી.પી.આર. ની તાલીમ આપવાનું જાહેર કરાયું છે.
જેના અનુસંધાને આગામી તા. 3 ડિસેમ્બરના રોજ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક તેમજ માધ્યમિક શિક્ષકો માટે સી.પી. આર. ની તાલીમનું આયોજન હાથ ધરાયુ છે. અહીંના કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલની પાછળ આવેલા ઓડિટોરીયમ ખાતે સવારે ૦૯:૦૦ વાગ્યે તબીબી તજજ્ઞો દ્વારા તાલીમ આપવામાં આવશે તેમ સિવિલ અધિક્ષક ડો. આર.એસ. ત્રિવેદીએ જણાવ્યું છે.
[wptube id="1252022"]








