
રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૨૦.૭.૨૦૨૩
હાલોલ તાલુકાના રામેશરા ગામ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં બુધવારે એક યુવક યુવતી એ છલાંગ લગાવી હોવાની શંકા ને લઇ હાલોલ ગ્રામ્ય પોલીસે તેમની શોધખોળ આદરી છે. બનાવ ને પગલે કેનાલ ઉપર લોકટોળા ઉમટી પડ્યા હતા.જોકે બનાવની જાણ યુવક યુવતીના પરિવારજનો ને થતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.બનાવ ની પ્રાપ્ત વિગતો એવી છે કે બુધવારે સવાર નાં સમયે હાલોલ ના રામેશરા ગામ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય નહેર પાસેથી એક ઈસમ પસાર થતો હતો ત્યારે એક યુવક યુવતી આ કેનાલ પાસે ઉભા હતા અને થોડીવાર પછી તે પરત ફર્યા ત્યારે તે જગ્યાએ કેનાલ ની પાળી ઉપર યુવતીની ઉઢાણી બંને ના ચંપલ તેમજ બંને ના મોબાઈલ જોતા એમને કોઈ અજુગતું લગતા હાલોલ ગ્રામ્ય પોલીસ ને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.આ બનાવ અંગેની વાત વાયુ વેગે ફેલાતા ઘટના સ્થળે લોકટોળા જમ્યા હતા.પોલીસે મળેલા મોબાઈલ ના આધારે અને ખાનગી રાહે તપાસ કરતા આ યુવક યુવતી હાલોલ તાલુકાના હડબિયા ગામ ના હોવાનું બહાર આવ્યું હતું. જેને લઇ તે બંને ના પરીવારજનો ને આ બનાવ અંગે વાકેફ કરતા તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બનાવ સ્થળેથી યુવક યુવતી ના ચંપલ, બંને ના મોબાઈલ, ઓઢણી મળી આવતા તેઓ બંને કેનાલના પાણીમાં કૂદી પડ્યા હોવાનું અનુમાન અનેક શંકાઓને લઇ હાલોલ ગ્રામ્ય પોલીસે હાલોલ તેમજ વડોદરાના ફાયર ટીમની મદદ લઇ હાલ તેઓની શોધખોળ આદરી છે. આ બનાવ કોઈ એ જોયો ના હોવાથી અનુમાન લગાવી હાલ તેની શોધખોળ કરવામાં આવી રહી છે. તપાસ કરતા આ બંને હાલોલ તાલુકાના હાડબિયા ગામના હોવાનું બહાર આવ્યું છે.