મોરબીમાં વધુ એક હત્યા નો બનાવ બન્યો બે શખ્સોએ યુવકને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો

મોરબી છે કે ..યુપી- બિહાર..? મોરબીમાં વધુ એક હત્યા નો બનાવ બન્યો બે શખ્સોએ યુવકને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો
મોરબી: મોરબી જીલ્લામાં હત્યા, હત્યાનો પ્રયાસ, ખુની હુમલા, મારામારી, ભુ માફિયા , દુષ્કર્મ, ચોરી વગેરે જેવી ઘટનાઓએ છેલ્લા થોડા સમયથી વધી રહી છે ત્યારે ગઈકાલે મંગળવારે રાત્રિના જૂના બસ સ્ટેન્ડ નજીક એક યુવકને બે શખ્સોએ છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હતો. જે બનાવથી મોરબી જિલ્લામાં અરેરાટી વ્યાપી ગઇ છે.
મળતી માહિતી મુજબ મોરબી જૂના બસ સ્ટેન્ડ નજીક સરદાર રોડ પર ખોડિયાર પાન પાસે ગઈકાલે મંગળવાર રાત્રિના અગિયારેક વાગ્યાની આસપાસ હિરેન જગદીશભાઈ ભટ્ટ નામના 32 વર્ષના યુવકની બે શખ્સોએ છરીના ઘા ઝીંકી હત્યા નિર્મમ હત્યા કરી હતી. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીજન પોલીસને જાણ થતા કાફલો ઘટના સ્થળે દોડી યુવાનની નિર્ભય હત્યા કરવા મામલે મૃતક યુવાનના માતાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં પ્રેમ પ્રકરણમા ત્રણ શખ્સોએ કાવતરું રચી તેમના પુત્રને રહેંસી નાખ્યો..જે બનાવમાં આજે સવારે મૃતક યુવાન હિરેનની માતા ચંદ્રિકાબેન જગદીશભાઈ ભટ્ટ દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી મહીપતસિંહ વાઘેલા અને રણજીતસિંહ વાઘેલા અને તેની સાથે આવેલ એક અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે